દશામાની મૂર્તિઓના વિસર્જન માટે 3 ઝોનમાં 9 કૃત્રિમ તળાવ તૈયાર:ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રહેશે, અધિકારીઓએ કરી સ્થળ તપાસ

📅 Published: August 20, 2026 | 📂 Category: gujarati-news

વડોદરામાં માં દશામાના વ્રત પર્વની ઉજવણી અંતિમ ચરણમાં પહોંચી છે. શુક્રવારે યોજાનારા મૂર્તિ વિસર્જન માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં 9 કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા કરી છે. વિસર્જન માટે કરવામાં આવેલી વ્યવસ્થા
9 સ્થળોએ કૃત્રિમ તળાવોની ફરતે બેરીકેટીંગ, લાઈટ, ફાયર વિભાગનો સ્ટાફ, તળાવ તરફ જવાનો રસ્તો સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ન થાય તે માટેની કાળજી રાખવામાં આવી રહી છે. તળાવો ખાતે ફાયર વિભાગનો સ્ટાફ તૈનાત હશે જે વિસર્જન પ્રક્રિયા કરશે. ભક્તોને પણ આસ્થા સાથે વિસર્જન કરવા માટે આગ્રહ કરાયો છે. વિસર્જન માટેના 9 કૃત્રિમ તળાવોની યાદી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *