દશેરાએ ગુજરાતમાં દાળિયા-મમરાની જેમ કાર-ટુ વ્હીલરનું વેચાણ:એક દી'માં 11,000 કાર અને 50,000 ટુ વ્હીલર વેચાઈ ગયા, કાર માટે લોકોએ 5 લાખથી લઈ 4.50 કરોડ ખર્ચ્યા

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાતમાં નવ દિવસ મનમૂકીને ગરબા રમ્યા બાદ લોકોએ દશેરાના શુભ પ્રસંગે મનમૂકીને વાહનોની પણ ખરીદી કરી. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશનના મતે રાજ્યમાં એક જ દિવસમાં 11 હજાર કાર અને 50 હજાર ટુ વ્હીલરનું વેચાણ થયું. 5-10 લાખ રૂપિયાની કાર વચ્ચે 3થી 4 કરોડમાં વેચાતી મર્સિડિઝ, ઓડી અને BMWનો પણ દબોદબો રહ્યો. પેટ્રોલ-ડીઝલની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો EV પણ ખરીદતા જોવા મળ્યા. અમદાવાદમાં એક દિવસમાં 6500 ટુ વ્હીલર અને 3000 કારનું વેચાણ
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ના ચેરમેન પ્રણવ શાહે જણાવ્યું કે, ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ખરીદી માટે આ ખૂબ જ મહત્વનો તહેવાર હોય છે અને કસ્ટમર લગભગ આ દિવસે જ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે. આજની વાત કરીએ તો, લગભગ 8 થી 10 ટકા જેવો ગ્રોથ ગયા વર્ષના દશેરા અને નવરાત્રીના કમ્પેરીઝનમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં લગભગ આશરે 6000 થી 6500 જેટલા ટુ-વ્હીલર અને 2500 થી 3000 જેવી કારની ડિલિવરી થઈ છે. સામાન્ય કારની સાથે લકઝરી કારનું પણ ધૂમ વેચાણ
અમદાવાદમાં સામાન્ય કારની સાથે ઓડી, બીએમડબલ્યુ અને મર્સિડિઝ જેવી લકઝરી કારનું પણ ધૂમ વેચાણ થયું. ઓડી શોરૂમના મેનેજર હર્ષભાઈએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારે ત્યાંથી નવરાત્રી દરમિયાન પહેલા નોરતે ઓડીનું સ્પોર્ટ્સ મોડલ જે 2.5 કરોડથી શરૂ થાય છે તે એક અમદાવાદમાં વેચાઈ હતી અને આજે સુરતમાં બે જ સ્પોર્ટસ કાર જેમાંથી એક અઢી કરોડની અને એક સાડા ત્રણ કરોડની છે તે મોકલવામાં આવી છે. ઓડીના q3 model જે નવી q3 છે અને જૂની q3 છે એ બંને મોડલનું સૌથી વધારે વેચાણ થયું છે. તેની માંગ પણ સૌથી વધુ છે. બાકી દર વર્ષની સરખામણીમાં ડબલ કાર વેચાઈ છે. સુરતમાં તહેવારો ટાણે ઓટોમોબાઇલ માર્કેટમાં તેજી
તહેવારોની સિઝનમાં સુરતીલાલાઓએ વાહનોની ખરીદીમાં જોરદાર ઉત્સાહ દાખવ્યો છે. નવરાત્રિના 9 પાવન દિવસો દરમિયાન સુરત આરટીઓ કચેરી ખાતે 9,888 નવા વાહનોનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન નોંધાયું છે, જે મુજબ શહેરના માર્ગો પર રોજના સરેરાશ 1,000થી વધુ નવા વાહનો ઉમેરાયા છે. બીજી તરફ, વિજયાદશમી (દશેરા)ના શુભ મુહૂર્તમાં અમીરોએ મન મૂકીને ખરીદી કરતાં એક જ દિવસમાં કરોડો રૂપિયાની સુપર લક્ઝરી કાર્સની ડિલિવરી લેવામાં આવી હતી. દશેરાએ ₹4.50 કરોડની મર્સિડીઝ G-Wagon અને ₹1.10 કરોડની BMW M440i રોડ પર આવી
દશેરાના દિવસે શહેરના હાઈ-એન્ડ કાર શોરૂમ્સમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો. જેમાં એક જ દિવસમાં મર્સિડીઝ-બેન્ઝની 15થી વધુ કાર્સ વેચાઈ હતી, જે પૈકી ₹4.50 કરોડની કિંમત ધરાવતી અલ્ટ્રા-લક્ઝુરિયસ મર્સિડીઝ વેગન G 63 AMG ની પણ ડિલિવરી અપાઈ હતી. આ ઉપરાંત, BMWની 12થી વધુ કાર વેચાઈ હતી, જેમાં ₹1.10 કરોડની ‘The BMW M440i xDrive Convertible’ સામેલ હતી. જ્યારે ઓડી શોરૂમમાંથી ₹2.50 કરોડ અને ₹3.50 કરોડની કિંમત ધરાવતી બે સુપર સ્પોર્ટ્સ કાર્સ રસ્તા પર ઉતારવામાં આવી હતી. ઓડી સેગમેન્ટમાં જૂની અને નવી બંને ‘Audi Q3’ મોડેલ્સનું સૌથી વધુ વેચાણ નોંધાયું હતું. નવરાત્રિમાં ધનાઢ્યોની પહેલી પસંદ લક્ઝરી કાર્સ: BMW, મર્સિડીઝ, ટેસ્લા અને ઓડીનો રહ્યો દબદબો
નવરાત્રિના 9 દિવસ દરમિયાન સુરતમાં ₹50 લાખથી ₹1.50 કરોડથી વધુ કિંમત ધરાવતી કુલ 14 સુપર લક્ઝુરિયસ કાર્સનું આરટીઓ રજિસ્ટ્રેશન થયું હતું. આ પ્રીમિયમ કેટેગરીમાં સૌથી વધુ 7 કાર્સ સાથે BMW મોખરે રહી હતી, જેમાં BMW X7, 320Ld, X1, 3 ઇલેક્ટ્રિક iX1 તથા એક મિની કન્ટ્રીમેનનો સમાવેશ થાય છે. મર્સિડીઝ બેન્ઝની 3 કાર્સ (GLE 300D, GLC 220D અને E-Class 220D), ટેસ્લાની 3 પ્રીમિયમ ‘Model Y’ ઇલેક્ટ્રિક કાર્સ તેમજ ઓડીની 1 ‘Audi Q3’ રજિસ્ટર્ડ થઈ હતી. સુરતના બિઝનેસ ક્લાસમાં લક્ઝરી સાથે હાઈ-એન્ડ ઈવી ખરીદવાનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળ્યો હતો. ટુ-વ્હીલર સેગમેન્ટમાં 7,594 વાહનો નોંધાયા, હોન્ડા સૌથી આગળ
કુલ વાહનોના આંકડામાં સુરતીઓમાં ટુ-વ્હીલરનો ક્રેઝ અકબંધ જોવા મળ્યો છે. 9 દિવસમાં નોંધાયેલા કુલ વાહનોમાં 76%થી વધુ હિસ્સો ધરાવતા 7,594 મોટરસાઇકલ અને સ્કૂટર નોંધાયા હતા. જેમાં હોન્ડા 3,562 વાહનો સાથે ટોચ પર રહ્યું હતું, જ્યારે ટીવીએસ 1,190 અને હીરો મોટોકોર્પ 1,179 વાહનો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. કાર સેગમેન્ટમાં મારુતિ સુઝુકી મોખરે, કુલ 1,495 પ્રાઇવેટ કાર્સ નોંધાઈ
ચાર પૈડાંવાળા પ્રાઇવેટ પેસેન્જર વાહનો (LMV) શ્રેણીમાં કુલ 1,495 નવી કાર્સનું રજિસ્ટ્રેશન થયું હતું. કાર માર્કેટમાં મારુતિ સુઝુકી 407 કાર્સ સાથે પ્રથમ સ્થાને રહી હતી. આ ઉપરાંત હ્યુન્ડાઇની 233, ટાટા મોટર્સની 216, કિયાની 201 અને મહિન્દ્રાની 111 કાર્સ વેચાઈ હતી. આ સાથે કોમર્શિયલ, થ્રી-વ્હીલર અને ગુડ્સ કેરિયર સહિતના અન્ય 799 વાહનો પણ નોંધાયા હતા. 696 પ્યોર ઇલેક્ટ્રિક વાહનો ખરીદાયા
ઇંધણના વધતા ભાવ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિને પગલે સુરતીઓ ઇલેક્ટ્રિક વ્હિકલ (EV) તરફ વધુ વળ્યા છે. 9 દિવસમાં 696 ઇવી વાહનો નોંધાયા હતા, જેમાં 509 ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર અને 173 ઇલેક્ટ્રિક કાર સામેલ છે. ઇવી કારમાં ટાટા, એમજી, મહિન્દ્રા ઉપરાંત ટેસ્લા જેવા પ્રીમિયમ બ્રાન્ડ્સના મોડેલ્સનું પણ રજિસ્ટ્રેશન થયું હતું. રાજકોટમાં નવરાત્રીમાં 14 ઓડી, 16 મર્સિડીઝ કાર વેંચાઈ
રાજકોટમાં વિજયા દશમીનો પર્વ નવા વાહનોની ખરીદી માટે શુભ માનવામાં આવે છે ત્યારે 11થી 19 ઓક્ટોબર સુધીમાં રાજકોટ શહેરમાં નવરાત્રિ દરમિયાન રૂ.75.73 કરોડના 3,068 વાહનોનું વેચાણ થયું છે. જોકે ગત વર્ષે નવરાત્રી દરમિયાન 4,054 વાહનોનું વેચાણ થયું હતું. એટલે કે ગત વર્ષની તુલનામાં આ વખતે 986 વાહનો ઓછા વેંચાયા છે અને આવકમાં પણ 28.72 લાખનો ઘટાડો થયો છે. જેનું કારણ ઓછો વરસાદ અને મંદી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જ્યારે રાજકોટ શહેરમાં નવરાત્રીમાં 16 મર્સિડીઝ તો 14 ઓડીની કારનું વેચાણ થયું છે. આ વર્ષે નવરાત્રીમાં ઓડી દ્વારા નવી લોન્ચ કરવામાં આવેલી Q3 ન્યૂ જનરેશન કારની ખરીદી માટે લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેની કિંમત રૂ.65 લાખ છે. રાજકોટમાં ઓડી કારના શોરૂમના સેલ્સ મેનેજર માર્કંડ જોશીએ જણાવ્યું હતું કે, આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓડીની 14 કારનું વેચાણ થયું છે. જેમાં આજે વિજયાદશમીના દિવસે 3 કારની અહીંથી ખરીદી થઈ છે. જેમાં 2 કાર રૂ.65 લાખની તો એક કાર રૂ.1.34 કરોડની વેચાઈ છે. આ વર્ષે નવરાત્રીમાં ઓડી દ્વારા નવી Q3 ન્યૂ જનરેશન કાર લોન્ચ કરવામાં આવેલી છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં સેગમેન્ટ ફર્સ્ટ 8 ફીચર્સ છે અને તેમાં 9 એર બેગ આપવામાં આવે છે. જ્યારે નવરાત્રીના દિવસો દરમિયાન 16 મર્સિડીઝ કારનું વેચાણ થયું છે. જેમાં આજે એક જ દિવસમાં 8 કારની ડિલિવરી કરવામાં આવી છે. જેમાં આ વખતે 5 સીટર અને 7 સીટર GLS અને GLE કારનું વેચાણ વધુ થયું છે. આ વખતે ઈલેક્ટ્રિકની તુલનામાં પેટ્રોલ અને ડીઝલ કારનું વેચાણ વધુ છે. ગત વર્ષ કરતા કારના વેચાણમાં વધારો થયો છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રીના 2,484 ટુ વ્હીલર,455 ફોર વ્હીલર, 127 થ્રી વહીલર,1 સિક્સ વ્હીલર અને 1 ટ્રેક્ટર ટ્રોલીની ખરીદી લોકો કરી ચૂક્યા છે..આ વર્ષે નવરાત્રી દરમિયાન લોકોએ કુલ 3,068 વાહન ખરીદ્યા છે. જેના થકી રૂ.75,73,62,841.35 ની આવક થઈ છે. જેની તુલનામાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન 3,375 ટુ વ્હીલર, 485 ફોર વ્હીલર, 187 થ્રી વ્હીલર, 6 સિક્સ વ્હીલર અને 1 અન્ય વાહનનું વેચાણ થયું છે. જેના થકી ગત વર્ષે રૂ.76,02,35,569.26 ની આવક થઈ હતી એટલે કે આવકમાં ગત વર્ષની તુલનામાં આ વખતે 28,72,727.91નો ઘટાડો થયો છે. રાજકોટના અતુલ મોટર સેલ્સના જનરલ મેનેજર જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજના વિજયાદશમીના પર્વમાં આજે અમારે ત્યાંથી 100 કારની ડિલિવરી થઈ રહી છે. રાજકોટમાં 500થી વધારે કારનું વેચાણ થશે અને કસ્ટમર ડિલિવરી લેશે. જેમાં અર્ટીગા, વિક્ટોરિયસ, બલેનો જેવી મોટી કાર ખરીદવાનો ક્રેઝ વધુ જોવા મળ્યો છે.અમારી કારની રેન્જ રૂ.4 લાખથી માંડીને રૂ.20 લાખ સુધીની છે. મારુતિમાં ઓટોમેટિક સાથે સીએનજીનું કોઈ પણ મોડેલ આવતું નહીં પણ છેલ્લા એક મહિનામાં સ્વિફ્ટ, ડિઝાયર અને બલેનો ત્રણેયમાં ઓટોમેટિક સાથે સીએનજી મોડેલ પણ લોન્ચિંગ થઈ ગયું છે. જેમાં માઈલેજ પણ સારી આવે છે પ્લસ ઓટોમેટિક આવે છે. વડોદરામાં દશેરાએ 5 BMW અને 2 મર્સિડિઝ કારની ડિલિવરી
વડોદરાના BMW શૉરૂમ ખાતે દશેરાના દિવસે અંદાજે 5 કરોડની કિંમતની કુલ 5 BMW કારની ડિલિવરી કરવામાં આવી છે. આ ગાડીઓની કિંમત અંદાજે 50 લાખ રૂપિયાથી લઈને 2 કરોડ, 16 લાખ રૂપિયા સુધીની રેન્જમાં હોય છે. જે ડિલિવરી થઈ છે તેમાં મુખ્યત્વે 7 Series કાર સામેલ છે, જેની કિંમત અંદાજે 2 કરોડ 16 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત અન્ય કિંમતોમાં અંદાજે 95 લાખ રૂપિયા, 90 લાખ રૂપિયા અને 1 કરોડ 30 લાખ રૂપિયા સુધીની કિંમતની ગાડીઓ પણ વેચાઈ છે. અંદાજે 5 કરોડ રૂપિયાની કિંમતની BMW કાર વેચાઈ છે. આ ઉપરાંત 2 mercedes કાર વેચાઈ હોવાની માહિતી મળી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *