દાણીલીમડા ઢોરબજાર સામે ગેરકાયદે કફ સીરપના જથ્થા સાથે પેડલર ઝડપાયો:બર્ગમેન સ્કૂટરની ડેકીમાંથી કફ સીરપની 56 બોટલ મળી, 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

દાણીલીમડા ઢોરબજાર સામે કફ સીરપના જથ્થા સાથે પોલીસે પેડલરને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા શખ્સ પાસેથી ₹ 65 હજારની 56 કફ સીરપની બોટલ સહિત કુલ ₹ 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં બહેરામપુરાના શખ્સ પાસેથી લાવ્યો હતો. આ અંગે ફરાર શખ્સ સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરાઈ છે. બર્ગમેન સ્કૂટર લઈને જતા શખસને અટકાવ્યો હતો
દાણીલીમડામાં એન્ટી નારકોટિક્સ વીંગને બાતમી મળી હતી કે, દાણીલીમડાનો એક શખ્સ બર્ગમેન સ્કૂટરમાં કોડીનયુક્ત કફ સીરપનો જથ્થો લઈને ઢોરબજારથી જમાલપુર જઈ રહ્યો છે. તેના આધારે પોલીસે ઢોરબજાર ચાર રસ્તા પાસે વોચ ગોઠવી બર્ગમેન સ્કૂટર સાથે આવી પહોંચેલા શખ્સને કોર્ડન કરી અટકાવવામાં આવ્યો હતો. કફ સીરપની બોટલ સાથે જાવેદની ધરપકડ
પૂછપરછમાં તેણે પોતાનું નામ જાવેદ ઉર્ફે માસ્ટર ગુલામઅહેમદ પઠાણ હોવાનું જણાવ્યું હતું. સ્કૂટરની તપાસ કરતા ડીકીમાંથી કાપડની થેલી તથા પ્લાસ્ટિકની થેલીમાંથી કોડીન ફોસ્ફેટયુક્ત કફ સીરપની 56 બોટલ મળી આવી હતી. પોલીસે કફ સીરપની બોટલ, મોબાઇલ ફોન, રોકડા મળી ₹ 1.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી જાવેદની પૂછપરછ કરતા આ જથ્થો તેણે બહેરામપુરા ઢોર બજાર સામે પીરાણા રોડ પર રહેતા અલ્તાફ ઉર્ફે ઘેટો પાસેથી છૂટક વેચાણ કરવા માટે લાવ્યો હતો. પોલીસે બંને સામે ગુનો નોંધીને જાવેદની ધરપકડ કરી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *