ટંકારા પોલીસે પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા બે આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટે બંને આરોપીઓ માટે પાસા વોરંટ ઇશ્યૂ કર્યા બાદ ટંકારા પોલીસની ટીમોએ તેમને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત, ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે વશરામભાઈ નારણભાઈ સાટકા (ઉં.વ. ૩૦, રહે. ગઢડા ગામ, તા. પડધરી, જિ. રાજકોટ) ને તેમના ઘરેથી પાસા હેઠળ ડિટેઈન કર્યા હતા. તેમને અમદાવાદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. બીજા આરોપી ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો નાગજીભાઈ રાજાભાઈ ફાંગલીયા (ઉં.વ. ૨૧, રહે. વાછકપર (બેડી), તા. ટંકારા, જિ. મોરબી) ને દહેગામ તાલુકાના હીલોલ ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેને સુરતની લાજપોર જેલમાં પાસા હેઠળ મોકલવામાં આવ્યો છે. ટંકારા પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે પાસા સહિતની કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
દારૂના ગુનામાં બે આરોપીઓ પાસા હેઠળ ઝડપાયા:વશરામ સાટકા અને ધર્મેન્દ્ર ફાંગલીયાને અમદાવાદ-સુરત જેલમાં મોકલાયા
📅 Published: August 26, 2026 |
📂 Category: gujarati-news
