રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ધમધમતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા અમીન માર્ગ પર આવેલ રાધે વન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ધ મૂન લાઈટ સ્પા’માં માલવિયાનગર પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડ્યો હતો. જ્યાં બોડી મસાજના બહાને ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે એક મહિલા ટેલિકોલરની ધરપકડ કરી સંચાલકની શોધખોળ હાથ ધરી છે, જ્યારે સ્થળ પરથી 5 યુવતીઓને મુક્ત કરાવી છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસ દરમિયાન સ્પા સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે 1000 રૂપિયા વસૂલતા હતા. ત્યારબાદ શારીરિક સંબંધ એટલે કે એક્સ્ટ્રા સર્વિસ માટે ગ્રાહક દીઠ 4000 રૂપિયા લેવામાં આવતા હતા જેમાંથી સ્પા સંચાલક 3000 રૂપિયા કમિશન રાખી બાકીના 1000 રૂપિયા યુવતીઓને આપતા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલા પોશ વિસ્તાર રાધે વન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે ચાલતા ‘ધ મૂન લાઈટ સ્પા’માં થેરાપી અને મસાજની આડમાં ગેરકાયદેસર રીતે દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી માલવીયાનગર પોલીસ સ્ટાફને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરી સ્પા ખાતે મોકલ્યો હતો જ્યાં ડમી ગ્રાહકે અંદર પ્રવેશ કરીને સંકેત આપતા જ માલવીયાનગર પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કાઉન્ટર પરથી સ્પાની મહિલા મેનેજર અને ટેલિકોલર કિંજલ દેસાઈ હાજર મળી આવ્યા હતા જ્યારે સ્પાના માલિક નરેન્દ્રભાઈ ચાવડા સ્થળ પર હાજર ન હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે સ્પાના રૂમ નંબર 1નો દરવાજો ખોલાવતા એક પુરુષ અને એક મહિલા અસભ્ય સ્થિતિમાં મળી આવ્યા હતા. રૂમમાં હાજર થેરાપિસ્ટ મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સ્પાના માલિક નરેન્દ્ર ચાવડા તથા મહિલા મેનેજર કિંજલ દેસાઈ બહારથી ગ્રાહકોને બોલાવી તેમની પાસેથી પ્રતિ ગ્રાહક રૂ.5000 વસૂલતા હતા. આ રકમ પૈકી રૂ.1000 કાઉન્ટર પર એન્ટ્રી ફી તરીકે જમા લેવામાં આવતી અને બાકીના રૂ.4000 ગ્રાહક પાસેથી થેરાપિસ્ટ મેળવતી હતી. ત્યારબાદ તેમાંથી રૂ.3000 મેનેજર કિંજલ કમિશન તરીકે રાખી અને ભોગ બનનાર મહિલા થેરાપિસ્ટને માત્ર રૂ.1000 આપવામાં આવતી હતી.
આ પછી તપાસ કરતા પોલીસને અન્ય રૂમમાંથી દિલ્હી, નોઈડા, મણિપુર અને રાજકોટની વધુ ચાર મહિલાઓ પણ મળી આવી હતી. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ.21500ની રોકડ રકમ તથા રૂ.10000ની કિંમતનો સ્માર્ટફોન મળીને કુલ રૂ.35820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
દિલ્હી, નોઈડા, મણિપુર અને રાજકોટની ચાર મહિલાને મુક્ત કરાવાઈ:અમીન માર્ગ પર સ્પાની આડમાં ચાલતું કૂટણખાના ઝડપાયું, સંચાલકો ગ્રાહક પાસેથી રૂ.5000 મેળવી યુવતીઓને માત્ર રૂ.1000 આપતા, મહિલા મેનેજરની ધરપકડ
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
