દિવાળીએ ઘર પેઇન્ટ કરાવતી વખતે સાવધાન:લેડ-ફ્રી કલર પસંદ કરો, જ્યાં સુધી રંગરોગાન ચાલે ત્યાંથી દૂર રહો, 19 સાવચેતીઓ ક્યારેય ન ભૂલશો

📅 Published: October 24, 2026 | 📂 Category: Lifestyle

દિવાળીનો તહેવાર નજીક છે. ઘરોમાં રંગરોગાન અને જૂના ફર્નિચરને નવો લુક આપવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે જે રંગથી ઘરની સુંદરતા વધે છે, તે જ રંગ સ્વાસ્થ્ય માટે જોખમી પણ બની શકે છે? હકીકતમાં કેટલાક પેઇન્ટમાં લેડ એટલે કે સીસું હોય છે. વર્ષ 2019ના ‘ટૉક્સિક લિંક’ના એક અભ્યાસ મુજબ, ભારતીય બજારમાં વેચાતા 17માંથી લગભગ 13 પેઇન્ટમાં લેડની માત્રા 10,000 ppm (પાર્ટ્સ પર મિલિયન)થી વધુ હતી. જ્યારે ભારત સરકાર દ્વારા પેઇન્ટમાં લેડની નક્કી કરેલી મર્યાદા 90 ppm છે. લેડ એક એવું હાનિકારક તત્ત્વ છે, જે બાળકોના મગજના વિકાસ પર અત્યંત ખતરનાક અસર કરે છે. યુનિસેફ અને ‘પ્યોર અર્થ’ના 2020ના અહેવાલ ‘ધ ટૉક્સિક ટ્રુથ’ અનુસાર, દુનિયામાં આશરે 80 કરોડ બાળકો (દર 3માંથી 1)ના લોહીમાં લેડનું સ્તર 5 માઇક્રોગ્રામ પ્રતિ ડેસિલિટર અથવા તેનાથી વધુ હતું. જ્યારે બાળકોમાં તેનું કોઈપણ સ્તર સુરક્ષિત માનવામાં આવતું નથી. બીજી તરફ, ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન’ (IHME)ના ગ્લોબલ બર્ડન ઑફ ડિસીઝ (GBD)ના અભ્યાસ મુજબ, વર્ષ 2021માં દુનિયાભરમાં સીસાના સંપર્કમાં આવવાને કારણે અંદાજે 15 લાખ લોકોનાં મોત થયાં હતાં. તેથી આજે ‘કામના સમાચાર’માં દિવાળી પર ઘરની રંગાઈ સાથે જોડાયેલી સાવધાનીઓ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત– ડૉ. અલી શેર, કન્સલ્ટન્ટ, ઇન્ટરનલ મેડિસિન, અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, દિલ્હી સવાલ- ઘરની રંગાઈ દરમિયાન સ્વાસ્થ્યને કયા જોખમો થઈ શકે છે? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- પેન્ટમાં કયા ખતરનાક કેમિકલ્સ હોય છે અને તેની તબિયત પર શું અસર થાય છે? જવાબ- પેઇન્ટમાં અનેક પ્રકારના ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જેના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેને ગ્રાફિકમાં જુઓ- સવાલ- લેડ એટલે કે સીસું શરીરને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? જવાબ- તેને પોઇન્ટર્સ દ્વારા સમજો- સવાલ- શું પેઇન્ટમાં સીસાની હાજરીનો તેની ગંધ અથવા રંગ પરથી અંદાજ લગાવી શકાય છે? જવાબ- ના, માત્ર ગંધ અથવા રંગ પરથી પેઇન્ટમાં સીસું હોવાનો અંદાજ લગાવી શકાય નહીં. તેના માટે આ પદ્ધતિઓ અપનાવો- સવાલ- VOC (વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ) શું છે અને તે શા માટે જોખમી છે? જવાબ- આ એવા રસાયણો છે, જેનો ઉપયોગ કેટલાક પેઇન્ટ, વાર્નિશ અને થિનરમાં થાય છે. તેનો ઉપયોગ પેઇન્ટને ઝડપથી સૂકવવા, સપાટી પર સરળતાથી ફેલાવવા અને તેની ફિનિશ વધુ સારી બનાવવા માટે કરવામાં આવે છે. તેના સંપર્કમાં આવવાથી- સવાલ- શું વોટર-બેઝ્ડ પેઇન્ટ સોલ્વન્ટ-બેઝ્ડ પેઇન્ટ કરતાં વધુ સુરક્ષિત છે? જવાબ- સામાન્ય રીતે વોટર-બેઝ્ડ પેઇન્ટમાં ઘણા સોલ્વન્ટ-બેઝ્ડ પ્રોડક્ટ્સની સરખામણીએ VOC’s ઓછા હોઈ શકે છે. પરંતુ ધ્યાન રાખો- આવામાં પેઇન્ટ ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો- સવાલ- જૂના પેઇન્ટને ઉખેડવા અથવા ઘસવામાં વધુ જોખમ કેમ છે? જવાબ- જૂના પેઇન્ટને ઉખેડવા અથવા ઘસવાથી તેમાં રહેલા સીસાના બારીક કણો ધૂળમાં ભળી શકે છે. તેનાથી ઘરની હવા અને સપાટીઓ દૂષિત થઈ શકે છે. આ ધૂળ બાળકોના રમકડાં, હાથો અને ખાવા-પીવાની વસ્તુઓ સુધી પહોંચીને શરીરમાં સીસું જવાની શક્યતા વધારે છે. સવાલ- ઘરની રંગાઈ દરમિયાન બાળકો અને ગર્ભવતી મહિલાઓએ શું સાવચેતી રાખવી જોઈએ? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- પેઇન્ટિંગ દરમિયાન ઘરમાં વેન્ટિલેશન કેવી રીતે જાળવી રાખવું? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- દિવાળીએ ઘરની પેઇન્ટિંગ કરાવતી વખતે સૌથી જરૂરી સાવચેતીઓ કઈ છે? જવાબ- આ દરમિયાન ગ્રાફિકમાં આપેલી કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો- સવાલ- શું પેઇન્ટિંગ દરમિયાન માત્ર માસ્ક પહેરવું પૂરતું છે? જવાબ- નહીં, સામાન્ય માસ્ક પેઇન્ટમાંથી નીકળતા રાસાયણિક વાયુઓ અને કેમિકલ્સના બારીક કણોથી સંપૂર્ણ સુરક્ષા આપતો નથી. તેના માટે યોગ્ય રેસ્પિરેટર, સારું વેન્ટિલેશન અને પેઇન્ટના સંપર્કમાં ઘટાડો કરવો પણ જરૂરી છે. સવાલ- લાકડાના ફર્નિચર, બારીઓ અને દરવાજાઓની પોલિશથી શું જોખમ થઈ શકે છે? જવાબ- તેમાં VOCs અને અન્ય કેમિકલ્સ હોઈ શકે છે. તેમના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે– લાંબા સમયગાળામાં કેટલાક રસાયણો લીવર, કિડની અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. સવાલ- પેઇન્ટિંગ કર્યા પછી કેટલા સમય બાદ ઘરમાં પાછા ફરવું સુરક્ષિત છે? જવાબ- તેનો કોઈ એક નિશ્ચિત સમય નથી. તે પેઇન્ટના પ્રકાર, વપરાયેલી માત્રા, વેન્ટિલેશન, તાપમાન અને ભેજ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 5-7 દિવસ બાદ જોખમ ઘણું ઓછું થઈ જાય છે. સવાલ- શું પેઇન્ટની ધૂળ અને બચેલા કેમિકલની સફાઈ માટે ખાસ સાવચેતી જરૂરી છે? જવાબ- હા, આ દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો- સવાલ- પેઇન્ટિંગ દરમિયાન કયા સંકેતોને અવગણવા જોઈએ નહીં? જવાબ- કેમિકલ વેપર અથવા ધૂળના સંપર્કમાં આવવાથી આ લક્ષણો દેખાઈ શકે છે- આવી સ્થિતિમાં તરત જ તે જગ્યા છોડીને તાજી હવામાં જાઓ. શ્વાસ લેવામાં તકલીફ થાય તો તાત્કાલિક તબીબી મદદ લો. *********************** ગ્રાફિક્સ- વિપુલ શર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *