દિવાળીના તહેવારમાં પણ જામનગરની જી.જી. હોસ્પિટલ 24 કલાક ચાલુ રહી:રોજના 2,000થી 2,200 દર્દીઓએ સારવાર લીધી; 100થી 150 દર્દીઓ દાખલ થયા

📅 Published: November 13, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારોમાં પણ જામનગરની ગુરુ ગોવિંદસિંહ (જી.જી.) સરકારી હોસ્પિટલ 24 કલાક ચાલુ રહી હતી. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓએ દર્દીઓને સારવાર આપી હતી. બીજી તરફ મોટાભાગની ખાનગી હોસ્પિટલો બંધ જોવા મળી હતી. હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ અને ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને તાત્કાલિક સારવાર અપાઈ હતી. ફટાકડા કે આગથી દાઝેલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ગાયનેક વિભાગમાં સગર્ભાઓની પ્રસૂતિ કરાવવામાં આવી અને નવજાત શિશુઓને NICUમાં વિશેષ સારવાર અપાઈ હતી. જી.જી. હોસ્પિટલના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એસ. એસ. ચેટરજીએ જણાવ્યું કે દિવાળીમાં રોજના સરેરાશ 2,000થી 2,200 દર્દીઓએ OPD અથવા કેઝ્યુઅલ્ટીમાં સારવાર લીધી હતી. દરરોજ 100થી 150 દર્દીઓને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રજા પર રહેલા કેટલાક કર્મચારીઓ સિવાય તમામ વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સિનિયર અને જુનિયર રેસિડેન્ટ તબીબો તથા નર્સિંગ સ્ટાફે 24 કલાક ફરજ બજાવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *