દિવાળીના તહેવારોમાં વતન જતાં મુસાફરો માટે શહેરમાં એસ.ટી. નિગમ એક્સ્ટ્રા:રત્નકલાકારો અને પરપ્રાંતિય મુસાફરો માટે રાજ્યભરમાંથી 8000થી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરાશે

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

દિવાળી અને બેસતા વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પરિવાર સાથે પર્વ ઉજવવા વતન જતાં લાખો મુસાફરો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન બસ મથકો પર મુસાફરોના ભારે ધસારાને ધ્યાને રાખીને એસ.ટી. નિગમે રાજ્યભરમાંથી 2,400થી વધુ એક્સ્ટ્રા બસો દ્વારા 8,000થી વધારે વિશેષ ટ્રીપો દોડાવવાનું ભવ્ય આયોજન કર્યું છે. આ વિશેષ બસોનું એડવાન્સ ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરતથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફ વિશેષ સંચાલન
હીરાનગરી સુરતમાં નોકરી અને રોજગાર અર્થે વસેલા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના લાખો રત્નકલાકારો તેમજ ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફના શ્રમિકો દિવાળીના તહેવારોમાં સામૂહિક રીતે વતન પ્રયાણ કરતા હોય છે. આ મુસાફરોને ધ્યાનમાં રાખીને સુરત ખાતેથી સૌથી વધુ સ્પેશિયલ બસોનું સંચાલન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, પાટણ અને પાલનપુર જેવા મુખ્ય મથકો પરથી પણ નિયમિત શિડ્યુલ ઉપરાંત વધારાની બસો ઉપાડવામાં આવશે. 4થી 7 નવેમ્બર દરમિયાન દોડશે સ્પેશિયલ બસો
મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ સમયસર સુરક્ષિત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે તે માટે આગામી 4થી 7 નવેમ્બર દરમિયાન આ તમામ વધારાની બસો સતત દોડાવવામાં આવશે. મુસાફરો નિગમની સત્તાવાર વેબસાઇટ પરથી અથવા કોઈપણ ડેપો પરથી કરંટ તેમજ એડવાન્સ રિઝર્વેશન કરાવી શકશે. 24 કલાક બસ સંચાલનની માહિતી અને પૂછપરછ માટે નિગમના ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *