દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગર એસ.ટી.વિભાગને રૂ.54 લાખની આવક:આઠ ડેપો દ્વારા 561 વધારાની એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરી 22,056 મુસાફરોને સુખદ મુસાફરીની સુવિધા પૂરી પડાઈ

📅 Published: November 18, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીના તહેવારો દરમિયાન મુસાફર જનતાને સરળ અને સુખદ મુસાફરીની સુવિધા પૂરી પાડવાના હેતુથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, વિભાગના તમામ આઠ ડેપો દ્વારા મુસાફરોની જરૂરિયાત અને ઉત્કૃષ્ટ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને વધારાની એક્સ્ટ્રા બસ ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરના જણાવ્યા અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન ભાવનગર વિભાગ દ્વારા કુલ 561 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની ટ્રીપ દ્વારા કુલ 22,056 મુસાફરોએ મુસાફરીનો લાભ લીધો હતો. આ કામગીરી થકી વિભાગને કુલ રૂ.54,09,780 ની માતબર આવક પ્રાપ્ત થઈ હતી. જ્યારે પ્રતિ કિલોમીટર રૂ.33.88 ની આવક મેળવવામાં આવી હતી., દિવાળીના પર્વ દરમિયાન એક્સ્ટ્રા બસ સંચાલનમાં એક પણ વાહન બ્રેકડાઉન ન થતાં અને મુસાફર જનતાને સુખદ મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં સફળતા મળતાં વિભાગીય નિયામકએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. ડેપોવાર એક્સ્ટ્રા બસોના સંચાલન થકી મેળવેલી આવકની વિગતો ભાવનગર ડેપો દ્વારા 105 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરી 27,712 કિ.મી.નું અંતર કાપવામાં આવ્યું હતું, જેમાંથી રૂ.11,69,345 ની આવક મેળવી 3,513 મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. મહુવા ડેપો દ્વારા 94 ટ્રીપના સંચાલન થકી 28,490 કિ.મી. અંતર કાપી રૂ.11,49,918 ની આવક સાથે 6155 મુસાફરોને સેવા આપવામાં આવી હતી. તળાજા ડેપો દ્વારા 67 ટ્રીપમાં 22,067 કિ.મી.નું સંચાલન કરી રૂ.7,58,300 ની આવક મેળવી, પાલીતાણા ડેપો દ્વારા 54 ટ્રીપમાં 17,264 કિ.મી.નું સંચાલન કરી રૂ.4,83,046 ની આવક સાથે 1038 મુસાફરોને સેવા આપવામાં આવી હતી તથા ગારીયાધાર ડેપો દ્વારા 32 ટ્રીપમાં 15,537 કિ.મી.નું સંચાલન કરી રૂ.4,32,889 ની આવક મેળવી 1414 મુસાફરોને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી હતી. એ જ રીતે ગઢડા ડેપો દ્વારા 59 ટ્રીપમાં 18,046 કિ.મી.નું સંચાલન કરી રૂ.5,15,350 ની આવક સાથે 1289 મુસાફરોને, બોટાદ ડેપો દ્વારા 109 ટ્રીપમાં 21,491 કિ.મી.નું સંચાલન કરી રૂ.6,08,659 ની આવક મેળવી 5191 મુસાફરોને તથા બરવાળા ડેપો દ્વારા 41 ટ્રીપમાં 9076 કિ.મી.નું સંચાલન કરી રૂ.2,92,173 ની આવક સાથે 1259 મુસાફરોને સેવા આપવામાં આવી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *