દિવાળીમાં નવસારીમાં 59 લોકો અકસ્માતોમાં ઘાયલ થયા:સિવિલ હોસ્પિટલમાં સારવાર મળી; 140 ડોક્ટર અને 200થી વધુ સ્ટાફ ફરજ પર રહ્યો

📅 Published: November 11, 2026 | 📂 Category: gujarati-news

દિવાળીની રાત્રે 8 નવેમ્બરથી અત્યાર સુધી નવસારીમાં અકસ્માતો અને ફટાકડાથી થયેલી ઇજાઓમાં 59 લોકો ઘાયલ થયા. તેમને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘાયલોમાં ફટાકડાથી દાઝેલા લોકો અને રોડ અકસ્માતમાં ઇજા પામેલા લોકોનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તહેવારની રજાઓ દરમિયાન હોસ્પિટલમાં 140 ડોક્ટરો ફરજ પર રહ્યા હતા. નર્સો, સિસ્ટરો અને વર્ગ 2, 3 તથા 4ના કર્મચારીઓ સહિત 200થી વધુ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફે પણ સેવા આપી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આથી તેમને ઇમરજન્સી સારવાર મળી શકી હતી. અકસ્મતોને કારણે કેટલાક લોકોએ દિવાળી પરિવાર સાથે ઉજવવાને બદલે હોસ્પિટલમાં વિતાવી. તહેવાર દરમિયાન વાહન ચલાવતી વખતે અને ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *