અદાણી કંપની દ્વારા CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2.30નો નવો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે હવે નવો ભાવ રૂ.98.47થી વધીને રૂ.100.77 પહોંચી ગયો છે. નોંધનીય છે કે, આ પૂર્વે 23 ઓક્ટોબરે પણ CNGના ભાવમાં રૂ.4.45નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. આ રીતે દિવાળીના તહેવારના થોડા જ દિવસો પહેલાં સતત બીજી વખત ભાવવધારો થતાં CNGનો ભાવ રૂ.100ની ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે. તહેવારોના ટાણે જ આવેલા આ વધારાને કારણે સામાન્ય નાગરિકો, દૈનિક અપ-ડાઉન કરતા વાહનચાલકો અને ખાસ કરીને રિક્ષાચાલકોની કમાણી પર સીધી અસર પડશે અને તેમણે મોંઘવારીનો વધુ એક આકરો માર સહન કરવાનો વારો આવ્યો છે. 5 વર્ષમાં CNGના કિલોના ભાવમાં કેટલાંનો વધારો? આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ…
દિવાળી પહેલાં CNG ભાવમાં વધારો:અદાણી કંપનીએ ફરી રૂ.2.30નો વધારો કર્યો, નવો ભાવ ₹100ને પાર
📅 Published: November 5, 2026 |
📂 Category: gujarati-news
