દિવાળી પહેલા હંગામી ફટાકડા પરવાના માટે અરજીઓ મંગાવાઈ:લાલપુર-જામજોધપુરમાં 19 ઓક્ટોબર 2026 સુધી અરજી કરી શકાશે

📅 Published: September 23, 2026 | 📂 Category: gujarati-news

આગામી દિવાળી અને નૂતન વર્ષના તહેવારોને ધ્યાનમાં રાખીને લાલપુર તથા જામજોધપુર તાલુકામાં ફટાકડાના સંગ્રહ અને વેચાણ માટે હંગામી પરવાના મેળવવા અરજીઓ મંગાવવામાં આવી છે. આ પરવાના મર્યાદિત જથ્થામાં ફટાકડા રાખવા અને વેચવા માટે આપવામાં આવશે. અરજી ફોર્મ મામલતદાર કચેરી, લાલપુર અને જામજોધપુર ખાતેથી મેળવી શકાશે. ઈચ્છુક અરજદારોએ જરૂરી આધાર-પુરાવા સાથેની અરજી 19 ઓક્ટોબર 2026 સુધીમાં સંબંધિત કચેરીમાં જમા કરાવવાની રહેશે. નિયત તારીખ પછી મળેલી કોઈપણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.સમયમર્યાદામાં મળેલી અરજીઓની નિયમો મુજબ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ પરવાના મંજૂરી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. દિવાળીના તહેવારને લઈને સરકાર દ્વારા પછીથી જાહેર કરવામાં આવનાર નવી માર્ગદર્શિકા આખરી ગણાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *