દિવાળી શોપિંગ સ્માર્ટ ગાઇડ:ખરીદીની 3 ગોલ્ડન ટીપ્સ, તમારા હજારો રૂપિયા બચાવશે; કંઈપણ ખરીદતાં પહેલાં પૂછો 5 સવાલ

📅 Published: November 3, 2026 | 📂 Category: Lifestyle

દિવાળીના અવસરે બજારો અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર અનેક પ્રકારની ઓફર્સ ચાલી રહી છે. આ ચક્કરમાં ઘણીવાર લોકો જરૂરિયાત કરતાં વધુ ખરીદી કરે છે અને સસ્તું મળવાના ચક્કરમાં બિનજરૂરી સામાન પણ ખરીદી લે છે. તેનાથી તહેવારનું બજેટ ખોરવાઈ જાય છે અને બાદમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે, થોડી સમજદારી અને અગાઉથી કરેલી તૈયારીથી દિવાળીની ખરીદીમાં સારી એવી બચત કરી શકાય છે. આ માટે બજેટ નક્કી કરવાથી લઈને યોગ્ય ઓફર પસંદ કરવા સુધી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આથી આજે ‘કામના સમાચાર’માં દિવાળીની ખરીદીની ટિપ્સ વિશે વાત કરીશું. સાથે જ જાણીશું કે- નિષ્ણાત- જિતેન્દ્ર સોલંકી, નાણાકીય સલાહકાર, ગાઝિયાબાદ સવાલ- દિવાળીની ખરીદીનું બજેટ કેવી રીતે બનાવવું, જેથી મહિનાનો બાકી ખર્ચ ન બગડે? જવાબ- દિવાળી પર થનારા ખર્ચનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ હોય છે. તેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખો- બજેટનું એક ઉદાહરણ ગ્રાફિકમાં જુઓ- સવાલ- શોપિંગનું લિસ્ટ કેવી રીતે બનાવવું, જેથી બજારમાં જઈને બિનજરૂરી સામાન ન ખરીદીએ? જવાબ- બજારમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળે છે, જેની ઘરમાં જરૂર હોતી નથી, પરંતુ લોકો ઘણીવાર ખરીદી લે છે. તેથી અગાઉથી લિસ્ટ બનાવવી જરૂરી છે. લિસ્ટ બનાવતી વખતે ત્રણ નિયમોનું ધ્યાન રાખો- જરૂરી: જેનાં વિના તહેવારની તૈયારી અધૂરો છે. જરૂરિયાત: જે વસ્તુઓ બદલવી અથવા નવી લેવી ખરેખર જરૂરી છે. માત્ર સારી લાગી રહી છે: જે વસ્તુ ગમે છે, પરંતુ અત્યારે જરૂરી નથી. દિવાળીની શોપિંગ પહેલાં આ વસ્તુઓ તપાસો ધ્યાનમાં રાખો- યાદીમાં દરેક વસ્તુની સામે તેની મહત્તમ કિંમત લખો. જો સામાન તેનાથી મોંઘો હોય, તો બીજો વિકલ્પ જુઓ અથવા ખરીદી મુલતવી રાખો. સવાલ- ઑનલાઇન શોપિંગ કે બજાર, ક્યાં ખરીદી કરવી વધુ ફાયદાકારક છે? જવાબ- આ સામાન અને તેની કિંમત પર નિર્ભર કરે છે. માત્ર ઑનલાઇન ડિસ્કાઉન્ટ અથવા દુકાન પર ભાવતાલના આધારે નિર્ણય ન લો. આ રીતે સમજો- ઑનલાઇન ખરીદી ક્યારે ફાયદાકારક? સ્થાનિક બજાર ક્યારે વધુ સારું? સવાલ- દિવાળી પર કપડાં અને શૂઝ ખરીદતી વખતે પૈસા કેવી રીતે બચાવવા? જવાબ- તેને મુદ્દાઓ દ્વારા સમજો- સવાલ- દિવાળી પર કરિયાણાનો સામાન ખરીદતી વખતે કેવી રીતે બચત કરવી? જવાબ- દિવાળી પર કરિયાણાનો ખર્ચ વધી જાય છે, પરંતુ ખરીદી દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખીને બિનજરૂરી ખર્ચથી બચી શકાય છે- સવાલ- દિવાળી પર સંબંધીઓ અને મિત્રોને ભેટ આપવામાં પૈસા કેવી રીતે બચાવવા? જવાબ- આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખો- ઓછા બજેટમાં દિવાળી ગિફટના વિકલ્પો સવાલ- દિવાળી પર ઓછા બજેટમાં ઘરની સજાવટ કેવી રીતે કરવી? જવાબ- દર વર્ષે નવી ડેકોરેટિવ વસ્તુઓ ખરીદવાને બદલે જૂની વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવાથી ઘણી બચત થઈ શકે છે. તેને આ રીતે સમજો- પ્રશ્ન- દિવાળીના અવસર પર ઇલેક્ટ્રોનિક્સ, મોબાઇલ અથવા ઘરગથ્થુ ઉપકરણો ખરીદવામાં બચત કેવી રીતે કરવી? જવાબ- ડિસ્કાઉન્ટ જોઈને તરત ખરીદી કરવાને બદલે એ જુઓ કે નવી વસ્તુ ખરેખર જરૂરી છે કે નહીં. સાથે જ આ 5 બાબતોનું ધ્યાન રાખો- ધ્યાન રાખો કે, જો જૂનું ઉપકરણ સારી રીતે કામ કરી રહ્યું હોય તો તેને બદલવાને બદલે સર્વિસ કરાવવી વધુ સારું છે. સવાલ- દિવાળીની ખરીદીમાં ઑફર્સ અને ડિસ્કાઉન્ટના પ્રલોભનથી કેવી રીતે બચી શકાય? જવાબ- દરેક મોટું ડિસ્કાઉન્ટ હંમેશાં બચત નથી હોતું. કેટલીક ઑફર્સ આપણને જરૂર કરતાં વધુ ખર્ચ કરવા માટે પ્રેરિત કરે છે. તેથી ખરીદી કરતાં પહેલાં પોતાની જાતને કેટલાક પ્રશ્નો જરૂર પૂછો- ઓફર્સ અને ડિસ્કાઉન્ટની લાલચથી કેવી રીતે બચવું? સવાલ- દિવાળી પછી ખિસ્સું ખાલી ન થાય, તે માટે કઈ ભૂલોથી બચવું જોઈએ? જવાબ- દિવાળીની ખરીદીમાં નાની-નાની ભૂલો બજેટ બગાડી શકે છે. તેથી આ ભૂલોથી બચો- સવાલ- જો દિવાળીની શોપિંગનું બજેટ માત્ર 3 અથવા 5 હજાર રૂપિયા હોય તો ખરીદીનું આયોજન કેવી રીતે કરવું? જવાબ- તેને આ રીતે સમજો- ત્રણ હજારનું બજેટ 5 હજારનું બજેટ આ ફક્ત એક ઉદાહરણ છે. તમે તેને તમારી જરૂરિયાત મુજબ બદલી શકો છો. *************** ગ્રાફિક્સ- મહેન્દ્ર વર્મા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *