દિશા સાલિયન કેસમાં એફઆઈઆર દાખલ:ગેંગરેપ-હત્યા સહિતની ગંભીર કલમો ઉમેરાઈ

📅 Published: September 16, 2026 | 📂 Category: gujarati-news

દિશા સાલિયનના મૃત્યુના કેસમાં મુંબઈ હાઈ કોર્ટે તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યાના આશરે બે અઠવાડિયા બાદ સીબીઆઈએ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં ગેંગરેપ, હત્યા, પુરાવાનો નાશ સહિતના ગંભીર આરોપોને લગતી આઈપીસીની વિવિધ કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે મહત્ત્વની બાબત એ છે કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર એફઆઈઆરમાં હાલ કોઈ વ્યક્તિને આરોપી તરીકે દર્શાવવામાં આવી નથી. આ એફઆઈઆર દિશાના પિતા સતીશ સાલિયનની ફરિયાદના આધારે નોંધાઈ છે. તેમણે ગયા અઠવાડિયે સીબીઆઈ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અને 13 સપ્ટેમ્બરે આ નિવેદનના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદમાં દિશાના મૃત્યુ અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસની માગ કરવામાં આવી છે. સીબીઆઈની એફઆઈઆરમાં આઈપીસીની કલમ 120-બી– ગુનાહિત કાવતરું, કલમ 376(ડી), સામૂહિક બળાત્કાર, કલમ 302 હત્યા, કલમ 201 પુરાવા ગાયબ કરવો અથવા આરોપીને બચાવવા ખોટી માહિતી આપવી, કલમ 217 આરોપીને સજાથી બચાવવાના હેતુથી સરકારી કર્મચારી દ્વારા કાયદાની દિશાનું ઉલ્લંઘન અને કલમ 218 આરોપીને બચાવવાના હેતુથી સરકારી કર્મચારી દ્વારા ખોટો રેકોર્ડ તૈયાર કરવો કલમોની પુષ્ટિ થાય છે. આ એફઆઈઆરના પ્રથમ પાનામાં કોઈ વ્યક્તિનું આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી. મુંબઈ હાઈકોર્ટના નિર્દેશ મુજબ તપાસ દરમિયાન પૂરતો આધાર મળે ત્યાર બાદ જ કોઈ વ્યક્તિને આરોપી ગણવામાં આવી શકે છે. 35થી વધુ નામો સીબીઆઈને અપાયાં: સતીશ સાલિયને આપેલા નિવેદનના આધારે અનેક વ્યક્તિઓની ભૂમિકાની તપાસ જરૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું છે. દસ્તાવેજમાં આદિત્ય ઠાકરે, રોહન રોય, ડીનો મોરિયા, સૂરજ પંચોલી, આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ્સ, રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીના નામનો ઉલ્લેખ છે. ઉપરાંત સચિન વાઝે, પરમવીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર, ઉદ્ધવ ઠાકરે અને તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખ સહિત પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની વાત કરવામાં આવી છે. નિવેદનમાં માલવણી પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ, વિલંબિત પોસ્ટમોર્ટમ સાથે સંકળાયેલા ડૉક્ટરો અને સ્ટાફ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ તથા આસિસ્ટન્ટ કેમિકલ એનાલિસ્ટ એન.પી. ભાલેનો પણ ઉલ્લેખ છે. દિશા અને સુશાંતસિંહના શંકાસ્પદ મૃત્યુ
દિશા અભિનેતા સુશાંતસિંહ રાજપૂત સાથે પણ વ્યાવસાયિક રીતે જોડાયેલી હતી અને તેના મેનેજર તરીકે કામ કરતી હતી. 8 જૂન, 2020ના મુંબઈના મલાડ-વેસ્ટના એક રહેણાંક ઇમારતના 14મા માળેથી પડી ગયા બાદ તેનું મૃત્યુ થયું હોવાનું માલવણી પોલીસે જ્ણાવ્યું હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ 14 જૂન, 2020ના સુશાંતસિંહ બાંદરા સ્થિત પોતાના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યો હતો. સહિત પોલીસ અધિકારીઓની ભૂમિકાની પણ તપાસની વાત કરવામાં આવી છે. નિવેદનમાં માલવણી પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ, વિલંબિત પોસ્ટમોર્ટમ સાથે સંકળાયેલા ડૉક્ટરો અને સ્ટાફ, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ તથા આસિસ્ટન્ટ કેમિકલ એનાલિસ્ટ એન.પી. ભાલેનો પણ ઉલ્લેખ છે. હવે સત્ય બહાર આવશેઃ સતીશ સાલિયન
સતીશ સાલિયને કહ્યું કે, મારી પુત્રીના મૃત્યુ બાદ છેલ્લાં છ વર્ષથી ન્યાય માટે લડી રહ્યો હતો. શરૂઆતમાં તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રગતિ ન થતાં મુંબઈ પોલીસ કમિશનર કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. ત્યાંથી પણ જવાબ ન મળતાં વકીલોની સલાહથી તેમણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો. લાંબી કાનૂની લડત અને અઢી દિવસની સુનાવણી બાદ મુંબઈ હાઈકોર્ટે કેસ સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો. સતીશ સલિયને સીબીઆઈ સમક્ષ પોતાના નિવેદનમાં અનેક લોકોના નામ અને ઘટનાને લગતી વિગતો આપ્યાનો દાવો કર્યો છે. તેમણે તપાસ એજન્સીને દસ્તાવેજો અને અન્ય માહિતી પણ સોંપી હોવાનું જણાવ્યું. સીબીઆઈતપાસ શરૂ થતાં તેમણે આશા વ્યક્ત કરી કે હવે સત્ય બહાર આવશે અને દિશાને ન્યાય મળશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *