કડીના નાનીકડી વિસ્તારમાં આવેલા શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળના કેમ્પસ ખાતે નવરાત્રિના નવમા નોરતે ધામધૂમથી શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને માતૃશક્તિના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાની કન્યા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી દીકરીઓ અને સમગ્ર સ્ટાફે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કર્યું હતું. સંસ્થા દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું
નવરાત્રિ પર્વ પ્રસંગે સંસ્થા દ્વારા નવ દિવસીય નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું, જેને લઈ સમગ્ર કેમ્પસને રંગબેરંગી રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. 1500થી વધુ છાત્રાલય નિવાસી દીકરીઓ પ્રતિદિન માતાજીનું અર્ચન, આરતી અને ગરબા ગાઈને ઉત્સવ મનાવતી હતી. સોમવારે નવમીના પવિત્ર દિવસે વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિમાં શસ્ત્ર પૂજન યોજાતાં સમગ્ર કેમ્પસમાં ભક્તિમય અને ઉત્સાહસભર વાતાવરણ સર્જાયું હતું.
દીકરીઓના હસ્તે શસ્ત્રપૂજન:નાની કડીની સરસ્વતી કન્યા કેળવણી મંડળમાં નવમા નોરતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
