દુબઈમાં ડીઝલ દિલ્હી કરતાં 28 રૂપિયા મોંઘું થયું:UAE સરકારે આ મહિને 12% ભાવ વધાર્યો; યુદ્ધ પછી ઓઈલના ભાવ બમણા થયા

📅 Published: October 22, 2026 | 📂 Category: International

ઓઈલના મોટા ઉત્પાદક દેશોમાં સામેલ UAEમાં ઓઈલની કિંમતો ભારત કરતાં પણ વધારે થઈ ગઈ છે. 22 ઓક્ટોબરના ભાવ મુજબ, દુબઈમાં એક લિટર ડીઝલ ₹123નું છે, જ્યારે દિલ્હીમાં આ જ ડીઝલ ₹95માં મળી રહ્યું છે. એટલે કે દિલ્હી કરતાં ત્યાં ₹28 વધુ ચૂકવવા પડી રહ્યા છે. હકીકતમાં UAEએ ઓક્ટોબરમાં ડીઝલના ભાવમાં 12%નો વધારો કર્યો છે. છેલ્લા 8 મહિનામાં તેમાં 90%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં ત્યાં ઈંધણની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. ભારતનાં અન્ય શહેરોમાં પણ દુબઈ કરતાં સસ્તું ડીઝલ મુંબઈ – ₹98 કોલકાતા – ₹100 ચેન્નઈ – ₹100 હૈદરાબાદ – ₹105 દુબઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ વધ્યા? આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણ મોંઘું થયું: યુએઈમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે. ત્યાં દર મહિને આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે નવા ભાવ નક્કી કરવામાં આવે છે. અમેરિકા-ઈરાન યુદ્ધની અસર: યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઓઈલની સપ્લાયને લઈને અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધી. તેની અસર યુએઈના ઈંધણના ભાવ પર પણ પડી. UAE ચીનને સૌથી વધુ ઓઈલ વેચે છે (આંકડા લાખ બેરલ- દરરોજના) યુએઈના ઓઈલ મથકો પર હુમલા 14 માર્ચ: ફુજૈરાહના ઓઈલ નિકાસ કેન્દ્ર પર હુમલા બાદ આગ લાગી. જહાજોમાં ઓઈલ ભરવાનું કામ થોડા સમય માટે રોકવું પડ્યું. 19 માર્ચ: મિસાઇલોને હવામાં અટકાવ્યા બાદ કાટમાળ પડવાથી અબુ ધાબીનો હબશાન ગેસ પ્લાન્ટ અને બાબ ઓઈલ ક્ષેત્ર બંધ કરવું પડ્યું. 4 મે: ફુજૈરાહના ઓઈલ ઔદ્યોગિક ક્ષેત્ર પર ડ્રોન હુમલા બાદ આગ લાગી. તેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા. 16 ઓક્ટોબર: રોયટર્સની તપાસ મુજબ, યુદ્ધ દરમિયાન ફુજૈરાહ પર ઓછામાં ઓછા 19 હુમલા થયા. ઓઈલની ટાંકીઓ અને પાઇપલાઇન તંત્રને નુકસાન પહોંચ્યું. માર્ચમાં અહીંથી ઓઈલનું લોડિંગ ઘટીને દરરોજ લગભગ 4.4 લાખ બેરલ રહી ગયું, જ્યારે 2025માં આ આંકડો તેના કરતાં બમણાથી વધુ હતો. અસર: હોર્મુઝની બહાર આવેલું ફુજૈરાહ યુએઈનું મહત્વપૂર્ણ ઓઈલ નિકાસ કેન્દ્ર છે. અહીં થયેલા હુમલાઓથી ઓઈલની હેરફેર પ્રભાવિત થઈ અને યુએઈના વૈકલ્પિક નિકાસ માર્ગ પર દબાણ વધ્યું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *