દેત્રોજમાં જીવાપુરા પાટીયા પાસે કચરાના ઢગ ખડકાતાં રાહદારીઓ પરેશાન

📅 Published: September 1, 2026 | 📂 Category: Ahmedabad

માંડલ : અમદાવાદ જિલ્લાના દેત્રોજ નગરમાં જીવાપુરા ગામના પાટીયા પાસે ઠેરઠેર કચરાના ઢગ ખડકાઈ જતાં આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. રસ્તાની બાજુમાં લાંબા સમયથી એકત્રિત થતો લીલો અને સુકો કચરો વરસાદી પાણીમાં મીક્ષ થઈ જતાં કોહવાઈ ગયેલ હોવાને લીધે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આ માર્ગ પરથી પસાર થતાં રાહદારી અને વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીવાપુરા પાટીયા વિસ્તારેથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ રસ્તાની બાજુમાં પડેલ કચરાના ઢગલાઓના કારણે પસાર થયું મુશ્કેલ બન્યું છે. ખાસ કરીને વરસાદ બાદ કચરો સડી જવાના કારણે દુર્ગંધ વધુ તીવ્ર બની છે. ગંદકીના કારણે મચ્છર અને અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો પણ ફેલાવાની ભીતી સેંવાઈ રહી છે. નગરની સ્વચ્છતા જાળવવાની જવાબદારી ધરાવતાં તંત્ર દ્વારા સમયસર કચરો ઉપાડવામાં આવે અને નિયમિત સફાઈ કરવામાં આવે તેવી સ્થાનિકો અને રાહદારીઓ માંગ કરી રહ્યાં છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *