દેવકા દરિયા કિનારે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:માથા પર ઈજાના નિશાનથી રહસ્ય ઘેરાયું; 55-60 વર્ષના પુરુષની ઓળખ માટે પોલીસની તપાસ

📅 Published: October 9, 2026 | 📂 Category: gujarati-news

દમણના દેવકા દરિયા કિનારે મોડી રાત્રે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. આશરે 55થી 60 વર્ષના આ પુરુષના માથા પર ઈજાના નિશાન હતા, જેના કારણે મોતને લઈને રહસ્ય ઘેરાયું છે. રાત્રે લગભગ 11 વાગ્યે સ્થાનિક લોકોએ કિનારે પડેલો મૃતદેહ જોયો. તેમણે તરત જ કડૈયા પોલીસને જાણ કરી. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. તપાસમાં મૃતકની ઉંમર 55થી 60 વર્ષ હોવાનું અનુમાન છે. મૃતદેહના ગળામાં સફેદ રૂમાલ બાંધેલો હતો. માથાના ભાગે ઈજાના નિશાન મળ્યા છે. પોલીસને શંકા છે કે મૃતદેહ દરિયાના પાણીમાં તણાઈને દેવકા કિનારે આવ્યો હશે. કડૈયા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલાયો છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *