ધર્માન્તરણ, લવ જેહાદ, કુસંસ્કારોના પૂતળાનું દહન થશે:રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન કરાશે, બહેનોનું શસ્ત્ર પ્રદર્શન નિહાળવા મળશે

📅 Published: October 18, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 20 ઓક્ટોબરના વિજયા દશમીના દિવસે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ઉંચા રાવણનું દહન કરવામાં આવશે અને 50- 50 ફૂટના કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પૂતળાનું પણ દહન થશે. આ વખતે ધર્માન્તરણ, લવ જેહાદ અને કુસંસ્કારોના પૂતળાનું દહન કરવામાં આવનાર છે જેને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાજકોટ વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી પરેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા 40 વર્ષથી રાવણ દહનનું આ આયોજન થઈ રહ્યું છે. આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અશોકજી સિંઘલનું જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે. અશોકજીએ ધર્માન્તરણની વિરુદ્ધમાં ખૂબ જ કામ કરેલું હતું તો આપણે આ વખતે જે ત્રણ પૂતળા છે એમાંથી એક ધર્માન્તરણનું પૂતળું છે. એક લવ જેહાદનું પૂતળું છે અને એક કુસંસ્કારોનું પૂતળું છે. આ ત્રણેય પૂતળાનું આપણે દહન કરીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના રેસકોર્સ મેદાનમાં આ વખતે સૌરાષ્ટ્રના સૌથી મોટા 60 ફૂટ ઊંચા રાવણનું દહન થવાનું છે અને તેની સાથે 50-50 ફૂટના કુંભકર્ણ અને ઇન્દ્રજીતના પૂતળાનું પણ દહન થશે. આ વખતે રાવણ દહન દરમિયાન બજરંગદળના રાષ્ટ્રીય સંયોજક કિશનજી પ્રજાપત આવવાના છે. જેઓ એક તેજાબી વક્તા છે અને રાજકોટને એનો પૂરેપૂરો લાભ મળવાનો છે તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં નિહાળવા હાર્દિક આમંત્રણ છે. આ ઉપરાંત અહીં કુરુક્ષેત્ર નામની સંસ્થાના ધમભા શસ્ત્ર શીખવવાનું કામ કરે છે. જેઓ બહેનો અને દીકરીઓને શસ્ત્રો ચલાવતા શીખવે છે. જે બહેનો દ્વારા શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવશે અને ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્રોનું પૂજન થશે. રાજ્ય સરકાર દ્વારા ધર્માન્તરણનો કાયદો શા માટે બનાવવામાં આવતો નથી તેવું મૂકવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર તો એના તરફથી કાયદો બનાવવા માટે મહેનત કરી રહી છે ત્યારે અત્યારે જ્યાં આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ લોભ-લાલચને આપીને આદિવાસીને ધર્માન્તરણ માટે ક્રિશ્ચિયન મિશનરીઓ કામ કરી રહી છે. રાજકોટમાં પણ અમુક જગ્યાએ અમને એવી જાણ મળી છે કે આ પ્રકારની મિશનરીઓ છાના ખૂણે કામ કરી રહી છે. આ ઉપરાંત ખાસ કરીને લવ જેહાદના કિસ્સાઓ તો આપની સામે 15થી 20 દિવસે એક વખત આવતા જ હોય છે. તો લવ જેહાદના કિસ્સાઓ પણ ન બને એની પણ આપણે તકેદારી રાખીશું.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *