ધોળકામાં મહા નૃત્ય આરતી અને ગરબાથી ભક્તિમય માહોલ

📅 Published: October 18, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરના ઐતિહાસિક ભાલાપોળ ચાચર ચોક ખાતે સાતમની રાત્રે ભક્તિ અને શક્તિનો અભ્દુત સંગમ જોવા મળ્યો હતો. ભાલાપોળ માઈ મંડળ અને ભાલાપોળ યંગ યુનિયનના સંયુક્ત ઉપક્રમે મા અંબેની ભવ્ય મહા નૃત્ય આરતી અને ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોળકા શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા હતા. આ ધાર્મિક મહોત્સવમાં માઈ બાળુડા શ્રી ભાવિક પરીખ દ્વારા મા અંબેની દિવ્ય મહા નૃત્ય આરતી રજૂ કરવામાં આવી હતી. ભક્તિભાવથી તરબતર નૃત્ય આરતીએ ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મા અંબેની આરતીના અલૌકિક દર્શનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહા નૃત્ય આરતી બાદ ખેલૈયાઓએ પરંપરાગત અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવી હતી. મોડી રાત સુધી ચાલેલા ગરબા મહોત્સવમાં ભક્તિ, ઉત્સાહ અને ઉમંગનો અનોખો માહોલ જામ્યો હતો. સમગ્ર ભાલાપોળ ચાચર ચોક બોલ માડી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠયો હતો. ધોળકાની ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આ ભવ્ય આયોજનમાં માઈ ભક્તોની ભારે ઉપસ્થિતિ જોવા મળી હતી. કાર્યક્રમને સફ્ળ બનાવવા માટે ભાલાપોળ માઈ મંડળ અને ભાલાપોળ યંગ યુનિયનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે જ પોલીસ તંત્રનો પણ સરાહનીય સહયોગ મળ્યો હતો. સાતમની રાત્રે ભાલાપોળ ચાચર ચોક ભક્તિ, શક્તિ અને ગરબાના રંગે રંગાયો હતો અને મા અંબેના જયઘોષ સાથે સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *