શહેરમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહન ડીલરો નંબર પ્લેટમાં ક્યાં પ્રકારનું લોક લગાવે છે તેની તપાસ કરવામાં આવશે. વરસાદમાં પાણી ભરાવાના લીધે મોટા પ્રમાણમાં બરોબર લોક ન લગાવવાનો કારણે કાર અને બાઇકના નંબર પ્લેટ નીકળી જવાની અનેક ફરિયાદ મળતા વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લાના આરટીઓ કચેરી દ્વારા ઇન્સ્પેક્ટરોની ટીમ બનાવીને વાહન ડીલરોના ત્યાં ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવશે. નંબર પ્લેટમાં વપરાતા લોકની ગુણવત્તાને લઇને ફરિયાદ કરવામાં આવી હતી
બે મહિના પહેલા અમદાવાદ RTO દ્વારા વાહન ડીલરોને નોટિસ મોકલીને નંબર પ્લેટમાં ક્યો લોક ઉપયોગમાં લેવાય છે તે વિશે પૂછવામાં આવ્યું હતુ. જોકે દરેક વાહન ડીલરે પોતાના જવાબમાં સ્નેપલોક ફીટ કરાતો હોવાનો જવાબ કરાયો હતો. જો તમામ વાહન ડીલર દ્વારા સ્નેપલોક જ ઉપયોગમાં લેવાય છે તો સામાન્ય વરસાદમાં મોટી સંખ્યામાં વાહનોના નંબર પ્લેટ નીકળી કઇ રીતે જાય છે. તેથી RTO ને વાહન ડીલરોની કામગીરી અંગે શંકા જતા વાહન વ્યવહાર વિભાગમાં નંબર પ્લેટમાં વપરાતા લોકની ગુણવત્તાને લઇને ફરિયાદ કરવામાં આવી હતી અને તેના અનુસંધાને વાહન વ્યવહાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
નંબર પ્લેટને લઈને વાહન ડિલરોના ચેકીંગ હાથ ધરાશે:ફોર વ્હીલર અને ટુ-વ્હીલરમાં પ્લેટમાં કયું લોક લગાવવામાં આવે છે તેની તપાસ કરાશે
📅 Published: October 31, 2026 |
📂 Category: gujarati-news
