નરોડા જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા, ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે

📅 Published: August 29, 2026 | 📂 Category: gujarati-news

અમદાવાદના નરોડા જીઆઈડીસી ફેસ-3માં આવેલ પ્લોટ નંબર 28 સ્થિત એક કંપનીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ 7 ગાડીઓ સાથે ટીમ સ્થળ પર દોડી ગઈ. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ
આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોવા મળતા સ્થાનિકો તેમજ કર્મચારીઓમાં ભારે ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ અન્ય નજીકના ભાગોમાં કે આજુબાજુની ફેક્ટરીઓમાં ન ફેલાય તે માટે ખાસ તકેદારી રાખીને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આગ કયા કારણોસર લાગી?
હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ આગ કયા કારણોસર લાગી અને કંપનીને કેટલું આર્થિક નુકસાન થયું છે તે અંગેનો ચોક્કસ અંદાજ આગ પૂર્ણપણે બુઝાઈ ગયા બાદ જ સ્પષ્ટ થશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *