મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં ગેરરીતિના મામલે CID ક્રાઇમની કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. કોઠંબા ગામના સરપંચ ગોવિંદ પટેલને ઝડપી લેવાયા છે. ગોવિંદ પટેલ લુણાવાડા APMCના પૂર્વ ચેરમેન અને ભાજપના સભ્ય પણ છે. તેમના પર કોઠંબા ગામની પાણી સમિતિના બેંક ખાતામાંથી આશરે 14 લાખ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. નલ સે જલ યોજનામાં નાણાકીય ગેરરીતિઓની તપાસ CID ક્રાઇમ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 71 આરોપીઓની ધરપકડ થઈ છે. સરકારની નલ સે જલ યોજનાનો હેતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ કૌભાંડમાં હજુ વધુ ખુલાસા થાય છે કે કેમ, તેના પર સૌની નજર છે.
નલ સે જલ કૌભાંડમાં વધુ એક સરપંચની ધરપકડ:કોઠંબાના ગોવિંદ પટેલ ઝડપાયા, અત્યાર સુધી 71 આરોપી પકડાયા
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
