નવરાત્રિના પહેલાં દિવસે અમેરિકામાં હિંદુઓની હત્યાનું કાવતરું:યુવકે મંદિર પર અંધાધૂંધ ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો, ઘરમાંથી રાઇફલ-ગોળીઓ મળી; પોલીસે ધરપકડ કરી

📅 Published: October 15, 2026 | 📂 Category: International

અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, યુવક ભારતીય મૂળના લોકો પ્રત્યે નફરત ધરાવતો હતો. તેના ઘરેથી રાઇફલ, ભરેલી અનેક મેગેઝિન અને ગોળીઓ મળી આવી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી આરોપીનું નામ અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ છે. પાલાટાઇન પોલીસના જણાવ્યા મુજબ, 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને પાપોરાકિસના કેટલાક મેસેજ મળ્યા છે. આ મેસેજ સાથે એક દસ્તાવેજ પણ હતો, જેમાં હિંદુ મંદિરમાં ગોળીબાર કરવાની કથિત યોજનાનો ઉલ્લેખ હતો. આ પછી બંને સ્થળોની પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે પાપોરાકિસને તેના ઘરેથી બહાર નીકળતી વખતે પકડી લીધો. ત્યાર બાદ તેના ઘરની તપાસ કરવામાં આવી. તેના ઘરમાંથી મળેલા એક જેકેટ પર એવું નિશાન પણ હતું, જે એવા ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલું છે જેઓ શ્વેત જાતિને અન્ય લોકો કરતા શ્રેષ્ઠ માને છે. ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસાનો ઉલ્લેખ અમેરિકી તપાસ એજન્સી FBIએ પાપોરાકિસના સંદેશાઓ અને તેના નામ સાથે જોડાયેલા એક દસ્તાવેજની તપાસ કરી. પોલીસના જણાવ્યા મુજબ, તેમાં જાતિભેદ અને ઉગ્રપંથી વિચારધારા સાથે જોડાયેલી વાતો લખેલી હતી. તેમાં દક્ષિણ એશિયાઈ લોકો, ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસાનો પણ ઉલ્લેખ હતો. તપાસ કરી રહેલી ટીમને શંકા છે કે પાપોરાકિસ ઓરોરા વિસ્તારમાં કોઈ હિન્દુ મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. જોકે, પોલીસે મંદિરનું નામ જાહેર કર્યું નથી. સાવચેતીના ભાગરૂપે પોલીસે પોતાના વિસ્તારમાં આવેલા હિન્દુ ધાર્મિક સ્થળોને આ અંગે જાણકારી આપી. આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપ પાપોરાકિસ પર આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપો મૂકવામાં આવ્યા છે. બુધવારે કોર્ટમાં સુનાવણી બાદ ન્યાયાધીશે તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો. પાલાટાઇન પોલીસ પ્રમુખ વિલિયમ નોર્ડે જણાવ્યું કે માહિતી મળતાં જ પાલાટાઇન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસે સાથે મળીને કાર્યવાહી કરી. તેનાથી આરોપીને ઝડપથી પકડવામાં મદદ મળી. FBI શિકાગોના અધિકારી રયાન વ્હેલને જણાવ્યું કે એજન્સી ઉગ્રવાદી વિચારસરણી સાથે જોડાયેલી હિંસાની ધમકીઓ શોધવા અને તેમની તપાસ કરવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરે છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને X પર કહ્યું, “અમે કાયદા અમલીકરણ એજન્સીઓની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરીએ છીએ. અમે સમુદાયને પણ સતર્ક રહેવા અને કોઈપણ સંભવિત જોખમની જાણ કરવા અપીલ કરીએ છીએ. દરેક સમુદાયને કોઈપણ ભય વિના પૂજા કરવાનો અધિકાર છે.” પેલેટાઇન પોલીસ વિભાગે જણાવ્યું કે તેઓ FBI સાથે મળીને કામ કરી રહ્યા છે. મામલાની તપાસ હજુ ચાલુ છે અને આ દરમિયાન કેટલાક અન્ય આરોપો પણ ઉમેરવામાં આવી શકે છે. શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું આ પહેલાં અમેરિકાના ઓહાયોમાં હિંદુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો. હુમલામાં મંદિરને ઘણું નુકસાન થયું. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે 1:30 વાગ્યે રિચમંડ હાઇટ્સ સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું. હુમલાખોરોએ મંદિરની ઇમારત પર ઈંટો ફેંકી. કોઅલિશન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકાએ જણાવ્યું કે ઈંટોથી મંદિરની બારીઓ તૂટી ગઈ. ઘટના સમયે પૂજારી અને અનેક શ્રદ્ધાળુઓ મંદિરની અંદર હાજર હતા. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને જણાવ્યું કે ઘટનાના CCTV ફૂટેજ ઉપલબ્ધ છે. અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. સંગઠને FBI અને સિવિલ રાઇટ્સને આ અંગે માહિતી આપવાની વાત કહી છે. હિંદુ સ્વયંસેવક સંઘ USAના જણાવ્યા અનુસાર, છેલ્લા 5 વર્ષમાં અમેરિકામાં હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની 15થી વધુ ઘટનાઓ બની છે. તેમાં 6 BAPS મંદિરો સામેલ હતાં. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને તેને હેટ ક્રાઇમ ગણાવ્યો ફાઉન્ડેશને કહ્યું કે આ સંભવિત હેટ ક્રાઇમ હોઈ શકે છે. સંગઠનના જણાવ્યા અનુસાર, આ ઘટના એવા સમયે બની છે, જ્યારે અમેરિકામાં હિંદુ-અમેરિકન સમુદાય વિરુદ્ધ નફરત અને હિંસાથી ભરેલી નિવેદનબાજી વધી છે. સંગઠને કાયદો અમલ કરાવતી એજન્સીઓને હુમલાખોરોને ઝડપથી પકડવા કહ્યું છે. સાથે જ અમેરિકન નેતાઓ અને સરકારી એજન્સીઓને ભારતીય અને હિંદુ-અમેરિકન સમુદાયો વિરુદ્ધની નફરતભરી નિવેદનબાજીની સ્પષ્ટપણે નિંદા કરવાની અપીલ કરી છે. અમેરિકામાં અગાઉ પણ મંદિરો પર હુમલા થયા છે કોઅલિશન ઑફ હિંદૂઝ ઑફ નોર્થ અમેરિકા અગાઉ પણ અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ હિંસા અને મંદિરોમાં તોડફોડ અંગે ચિંતા વ્યક્ત કરતું રહ્યું છે. સંગઠને આવા કિસ્સાઓની એક સમયરેખા પણ તૈયાર કરી છે. ઓગસ્ટ 2022માં ન્યૂયોર્કના ક્વીન્સ સ્થિત શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2023માં કેલિફોર્નિયાના નેવાર્ક સ્થિત SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર નફરતભર્યા લખાણો લખવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2024માં ન્યૂયોર્કના મેલવિલ અને કેલિફોર્નિયાના સેક્રામેન્ટો વિસ્તારમાં આવેલા BAPS મંદિરોમાં પણ તોડફોડની ઘટનાઓ સામે આવી હતી. માર્ચ 2025માં કેલિફોર્નિયાના ચિનો હિલ્સ સ્થિત BAPS મંદિરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. મંદિર પર વાંધાજનક અને નફરતભર્યા સંદેશા લખવામાં આવ્યા હતા. આ પહેલાં ન્યૂયોર્ક અને સેક્રામેન્ટોમાં પણ આવી જ ઘટનાઓ સામે આવી ચૂકી હતી. ————————- આ સમાચાર પણ વાંચો: અમેરિકાના વિસ્કોન્સિનમાં પ્લેન ક્રેશ, 6નાં મોત:પાઇલટનો છેલ્લો મેસેજ હતો- પાંખો પર બરફ જામી રહ્યો છે, ઊંચાઈ ઘટાડવાની પરવાનગી આપો અમેરિકાના વિસ્કોન્સિનમાં મંગળવારની રાત્રે વિમાન દુર્ઘટનામાં એક બાળક સહિત છ લોકોનાં મોત થયાં. દુર્ઘટના પહેલાં પાઇલટે પાંખો પર બરફ જામી રહ્યો હોવાની જાણકારી આપી હતી. છ બેઠકોવાળું સિંગલ-એન્જિન વિમાન કેનોશાથી મેનોમોની જઈ રહ્યું હતું. આ વિમાન રાત્રે લગભગ 10 વાગ્યે ડેલોના ટાઉનમાં મિરર લેક સ્ટેટ પાર્ક નજીકના જંગલમાં તૂટી પડ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *