નવરાત્રિમાં GEN Z વેકેશન આપવાની ભગવા સેનાની માગ:આખી રાત ગરબાની મંજૂરી આપવામાં આવે તો સવારે સ્કૂલ ન જઈ શકાય તે માટે માગ કરી

📅 Published: September 29, 2026 | 📂 Category: gujarati-news

આગામી 11 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે, ત્યારે હિન્દુ સંગઠન ભગવા સેનાએ સરકાર સામે માંગણી કરી છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન GEN Z વેકેશન આપવામાં આવે. કારણ કે સરકાર દ્વારા સવારે 5 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપવામાં આવે છે તો સવારે બાળકો સ્કૂલે કેવી રીતે જશે માટે વેકેશનની માંગણી કરવામાં આવી છે. ‘સરકારે GEN Z વેકેશન પણ આપવું જોઈએ’
ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે જણાવ્યું હતું કે, નવરાત્રીમાં સરકાર દ્વારા સવાર સુધી ગરબા કરવાનું છૂટ આપી છે પરંતુ સવારે 6 કે 7 વાગે સ્કૂલનો સમય હોય છે બાળકો સ્કૂલે કેવી રીતે જશે. સરકાર GEN Zનું વિચારીને જો ગરબાના સમયમાં છૂટછાટ આપે છે તો GEN Z વેકેશન પણ આપવું જોઈએ. ‘આ વર્ષથી અમે પોસ્ટર લગાવવાના છીએ’
આ ઉપરાંત દર વર્ષે નવરાત્રીમાં ક્યાંક વિધર્મીઓ જતા હોય છે જેને હિન્દુ સંગઠન દ્વારા અટકાવવામાં આવે છે.ગત વર્ષે હિન્દુ દીકરીઓ સાથે લવ જેહાદના કેસ મોટી સંખ્યામાં બન્યા છે. જેમાં હિન્દુ દીકરીઓને ફસાવવામાં આવે છે, જેથી નવરાત્રી વિધર્મી વિનાની હોવી જોઈએ. અત્યાર સુધી તિલક લગાવીને અને આધાર જોઈને પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ આ વર્ષથી અમે પોસ્ટર લગાવવાના છીએ. દરેક પાર્ટી પ્લોટ પર પોસ્ટરમાં હશે તે વસ્તુ હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. ‘નવરાત્રિમાં કપડામાં પણ મર્યાદા રહે તેવી અમારી માંગણી’
‘નવરાત્રિમાં ગાવા વાળા, વગાડવા વાળા કે કેટરિંગ વાળા કોઈ પણ વિધર્મી હશે તે ચલાવી લેવામાં આવશે. વિધર્મી હશે તો ગરિમા તૂટશે. નવરાત્રિમાં કપડામાં પણ મર્યાદા રહે તેવી અમારી માંગણી છે. માતાજીની આરાધનાના તહેવારમાં વ્યવસ્થિત કપડા સાથે લોકો આવે તેવું અમારી માંગણી છે.’


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *