નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષા માટે પશ્ચિમ કચ્છ પોલીસનું એક્શન પ્લાન:રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી 28 પીઆઈ સહીત 1569 પોલીસકર્મીઓનો કડક પહેરો

📅 Published: October 12, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રી પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા નાગરિકો નિર્ભય બનીને ગરબી ઉત્સવ ઉજવી શકે તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વ્યાપક અને ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચનાથી જિલ્લાભરમાં પોલીસ કાફલાને ખાસ જવાબદારીઓ સોપી ખાસ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન સ્તરે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ બંદોબસ્ત અંતર્ગત જિલ્લામાં કુલ 28 પોલીસ ઇન્સ્પેક્ટર, 41 પીએસઆઈ, અને 750 પોલીસ સ્ટાફ ફરજ પર રહેશે. આ સિવાય 750 હોમગાર્ડ, જીઆરડી અને એસઆરડીના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. ગરબીઓ અને સતત પેટ્રોલિંગ માટે 46 ફોર-વીલર અને 54 ટુ-વીલર સરકારી વાહનો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભુજ શહેર તથા આસપાસના વિસ્તારો જેવા કે મુન્દ્રા અને પદ્ધર રોડ પર આવેલી ખાનગી નવરાત્રી અને અન્ય નાની-મોટી ગરબીઓ પર નજર રાખવા માટે 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રત્યેક રૂટ પર સુરક્ષા માટે એક મોબાઈલ ટીમ કાર્યરત રહેશે. નવરાત્રી દરમિયાન રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી જ્યુબિલી સર્કલથી આ તમામ રૂટની ગાડીઓની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન રૂટ પર આવતી અવાવરું જગ્યાઓ અને શંકાસ્પદ સ્થળોની સઘન ચકાસણી,રસ્તા પર વાહન પાર્કિંગ કે અન્ય કારણોસર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તેની તકેદારી ,રસ્તામાં કોઈ સ્ત્રી, પુરુષ કે નાના બાળકને મુશ્કેલી હોય અથવા એકલ-દોકલ જતી મહિલાઓને મદદની જરૂર પડે તો ત્વરિત સહાય પૂરી પાડવામાં આવશે.આ ઉપરાંત, ભુજ શહેર વિસ્તારમાં મહિલા પોલીસની ખાસ ‘સી ટીમ’ પણ સરકારી વાહન અને ટુ-વીલર સાથે વિવિધ વિસ્તારોમાં ફરશે. પોલીસના 6 રૂટ,24 પોલીસકર્મી અને 1 સુપરવિઝન ટીમ
નવરાત્રી દરમિયાન પોલીસે ભુજ શહેર સહીત આસપાસના વિસ્તાર માટે કુલ 6 રૂટ બનાવ્યા છે.જેમાં એક રૂટના વાહનમાં 1 એલસીબી,1 એસઓજી,1 મહિલા પોલીસ અને 1 હથિયારધારી પોલીસ જવાન તૈનાત રહેશે.તેમજ આ તમામ રૂટ પર અસરકારક સુપરવિઝન માટે વરિષ્ઠ અધિકારીઓ અલ્ટરનેટ દિવસોમાં જવાબદારી સંભાળશે, જેમાં એક દિવસ એલસીબી પીએસઆઈ અને બીજા દિવસે એસઓજી પીએસઆઈ પોતાની ટીમ સાથે મોનિટરિંગ કરશે. આપત્તિ સમયે તાત્કાલિક સંપર્ક કરવો
જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે કે નવરાત્રી દરમિયાન કોઈપણ જગ્યાએ અગવડ કે મુશ્કેલી જણાય તો તેઓ તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર,112 અથવા 181 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત રૂટ પર ફરતી પોલીસ ગાડીઓ અને સ્ટાફની પણ મદદ મેળવી શકાશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *