આગામી નવરાત્રી અને દશેરા પર્વ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ઘોંઘાટ પ્રદૂષણ પર નિયંત્રણ રાખી શકાય તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ વિપુલ ઠક્કર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ તહેવારો દરમિયાન લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગ 12 વાગ્યા સુધી જ કરી શકાશે. લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાતે 12 કલાક સુધી જ વગાડી શકાશે
આગામી તા. 11 થી તા. 19 ઓક્ટોબર સુધી યોજાનાર નવરાત્રી મહોત્સવ તેમજ તા. 20 ઓક્ટોબરના રોજ આવતા દશેરા પર્વ નિમિત્તે જિલ્લામાં યોજાનાર ખાનગી કે જાહેર રાસ-ગરબાના કાર્યક્રમોમાં લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ રાત્રિના 12 કલાક સુધી જ વગાડી શકાશે. રાત્રે 12 વાગ્યાનો સમય પૂરો થયા બાદ લાઉડ સ્પીકરના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, જેથી મોડી રાત સુધીના અવાજથી નાગરિકોને અસુવિધા ન થાય. આ વિશેષ છૂટછાટ માત્ર તહેવારોના સમયગાળા પૂરતી જ મર્યાદિત
તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વિશેષ છૂટછાટ માત્ર તહેવારોના સમયગાળા પૂરતી જ મર્યાદિત છે. તા.21 ઓક્ટોબર અને ત્યારપછીના સામાન્ય દિવસોમાં રાત્રિના 10 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ વગાડવા પર અગાઉની જેમ જ પ્રતિબંધ યથાવત રહેશે. નિયમ તોડ્યો તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે
વહીવટી તંત્ર દ્વારા તમામ આયોજકો અને નાગરિકોને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા આ નિયમોનો ભંગ કરવામાં આવશે, તો તંત્ર દ્વારા કાયદાકીય જોગવાઈઓ અનુસાર તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
નવરાત્રીમાં ખેલૈયાઓ 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકશે!:ગરબા આયોજકોને કડક સૂચના, ગાંધીનગર વહીવટી તંત્રનું જાહેરનામું
📅 Published: October 3, 2026 |
📂 Category: gujarati-news
