નવસારીમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી સગીરા પર દુષ્કર્મ:બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર યુવક પોક્સો એક્ટ હેઠળ ઝડપાયો

📅 Published: October 25, 2026 | 📂 Category: gujarati-news

નવસારીમાં સોશિયલ મીડિયાના દુરુપયોગનો ગંભીર કિસ્સો સામે આવ્યો. 14 વર્ષીય સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી, ખાનગી ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર યુવકને જલાલપોર પોલીસે પોક્સો એક્ટ હેઠળ પકડ્યો. પોલીસ માહિતી મુજબ, નવસારીની સગીરાનો પરિચય ઇન્સ્ટાગ્રામ દ્વારા કિશન દેવાનંદ ગુપ્તા (ઉંમર 19, મૂળ ઉત્તરપ્રદેશ) સાથે થયો. તેઓ ફોન પર વાત કરતા હતા. ગત 2 ઓગસ્ટના રોજ આરોપી કિશન સગીરાને લલચાવી દાંડી દરિયાકિનારે લઈ ગયો. નિર્જન જગ્યાએ તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું. કિશને પીડિતાના કપડાં બદલતી તસવીરો ફોનમાં હોવાનું કહી તેને વધુ બે વખત દાંડી દરિયાકિનારે લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું. આરોપી કિશન સગીરાને ફોટા વાયરલ કરવાની અને પરિવારને મારી નાખવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો. સગીરાએ પરિવારને જણાવતા, જલાલપોર પોલીસે કિશન ગુપ્તા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો. PI એલ. જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *