નવસારીમાં રક્ષાબંધને બહેનો-બાળકોને સિટી બસમાં મફત મુસાફરી:મનપાની સળંગ ત્રીજા વર્ષે ભેટ, દિવાળી સુધીમાં મહિલાઓને કાયમી મફત મુસાફરી

📅 Published: August 26, 2026 | 📂 Category: gujarati-news

નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો માટે સિટી બસ સેવા સંપૂર્ણપણે મફત રહેશે. આ સુવિધા શહેરના તમામ નિર્ધારિત રૂટો પર ઉપલબ્ધ રહેશે. મનપા દ્વારા સતત ત્રીજા વર્ષે રક્ષાબંધન પર્વ નિમિત્તે મહિલાઓ અને બાળકોને આ ભેટ આપવામાં આવી છે. આ નિર્ણયથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક રાહત મળશે. રક્ષાબંધનની એક દિવસીય છૂટ ઉપરાંત, નવસારી મહાનગરપાલિકા આગામી સમયમાં મહિલાઓ માટે કાયમી મફત મુસાફરીની યોજના પર કામ કરી રહી છે. મનપાના ચૂંટણી ઢંઢેરામાં અપાયેલા વચન મુજબ, દિવાળી સુધીમાં શહેરની તમામ મહિલાઓ માટે સિટી બસ સેવા કાયમી ધોરણે મફત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ માટે કારોબારી કમિટી અને સામાન્ય સભામાં દરખાસ્ત લાવી જરૂરી મંજૂરી મેળવવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *