નવા વર્ષે ગઢડા BAPS મંદિરે ભક્તો અને પ્રવાસીઓ ઉમટ્યા:ઘેલો નદીના કિનારે આવેલા મંદિરે સવારથી સાંજ સુધી દર્શન માટે લોકો પહોંચ્યા

📅 Published: November 10, 2026 | 📂 Category: gujarati-news

નવા વર્ષની શરૂઆતમાં બોટાદ જિલ્લાના ગઢડા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે ભક્તો અને પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. ભક્તો ભગવાન સ્વામિનારાયણનાં દર્શન માટે મંદિરે પહોંચી રહ્યા છે. ગઢડા શહેરમાં ઘેલો નદીના કિનારે ટેકરા પર આવેલું આ મંદિર કુદરતી સૌંદર્ય વચ્ચે છે. આ દિવસોમાં તે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સવારથી સાંજ સુધી મોટી સંખ્યામાં હરિભક્તો અને પ્રવાસીઓ મંદિરે પહોંચે છે. મંદિરની આસપાસનું કુદરતી સૌંદર્ય, રમણીય વાતાવરણ અને શાંતિપૂર્ણ માહોલ તેમને આકર્ષે છે. નવા વર્ષની શરૂઆત ભગવાનનાં દર્શન અને ભક્તિભાવ સાથે કરવા માટે લોકો ગઢડા BAPS મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *