નસવાડીમાં ભૂંડના ત્રાસથી લોકો પરેશાન:ખેડૂતોના પાકને નુકસાન, મામલતદારને આવેદનપત્ર આપી ધરણાની ચીમકી

📅 Published: October 8, 2026 | 📂 Category: gujarati-news

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં જંગલી ભૂંડના ત્રાસથી લોકો પરેશાન છે. આ મામલે સ્થાનિકો અને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જો બે દિવસમાં કોઈ ઉકેલ નહીં આવે તો ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. નસવાડીમાં ઘણા સમયથી જંગલી ભૂંડના ઝુંડ ફરતા જોવા મળે છે. જેના કારણે અકસ્માતો પણ થયા છે. ઉપરાંત, આ ભૂંડ ખેતરોમાં ઘૂસીને ઊભા પાકને ખાઈ જાય છે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે. આજરોજ નસવાડીના લોકો અને ખેડૂતોએ ભૂંડના ત્રાસ અંગે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે. બે દિવસમાં નિકાલ ન થવા પર મામલતદાર કચેરી બહાર ધરણા કરવાની ચીમકીથી ચકચાર મચી ગઈ છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *