નાગેશ્વર જ્યોતિર્લિંગમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે તિરંગી શણગાર:ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો

📅 Published: August 16, 2026 | 📂 Category: gujarati-news

દેવભૂમિ દ્વારકાના પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે વિશેષ તિરંગી પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. કેસરિયા, સફેદ અને લીલા રંગના પુષ્પોથી સજાવવામાં આવેલું મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. નાગેશ્વર મંદિરના મહંત ગિરધરભારતી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આ વિશેષ શણગાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ મનમોહક સજાવટે ભક્તો અને દર્શનાર્થીઓનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યોતિર્લિંગના પાવન દર્શન સાથે તિરંગી પુષ્પોની આભા નિહાળી ભક્તોમાં ભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જોવા મળી હતી. આ શણગાર શિવભક્તિ સાથે રાષ્ટ્રભક્તિના અનોખા સંગમનું પ્રતિક બન્યો હતો. કેસરિયો રંગ સાહસ અને શૌર્ય, સફેદ રંગ શાંતિ અને સત્ય, જ્યારે લીલો રંગ સમૃદ્ધિ અને પ્રગતિનો સંદેશ આપે છે. આ પ્રકારે મંદિરનો આ શણગાર સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *