જામનગર જિલ્લાના પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ દરોડામાં નાધુના ગામના પુલ નીચેથી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. PSI એ.વાય. ઉધાસ અને પી.એન. મોરીની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આ દરોડો પાડ્યો હતો. ટીમે નાધુના ગામના અંધારાવાળા વાડી વિસ્તારમાં આવેલા છોલાના પુલ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા સાત વ્યક્તિઓને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓમાં હસમુખ હેમંત અકબરી, ગૌતમ મનસુખ વેકરીયા, ભાવેશ ચના પ્રાગડા, ઝલક નંદલાલ મોરડ, જસ્મીન અમૃત સોરઠીયા, રાજેશ અરજણ અકબરી અને ચિરાગ કેશુ વાડોદરિયાનો સમાવેશ થાય છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. 4,61,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રૂ. 1,91,000 રોકડ રકમ, 7 નંગ મોબાઈલ ફોન અને 4 નંગ મોટરસાયકલનો સમાવેશ થાય છે. તમામ સાત આરોપીઓની ધોરણસર અટકાયત કરીને પંચકોષી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નાધુના ગામના પુલ નીચે 7 જુગારી ઝડપાયા:રાજકોટ રેન્જ ટીમે 4.61 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
📅 Published: August 27, 2026 |
📂 Category: gujarati-news
