નાસાનું વોયજર-1 પૃથ્વીથી 1 પ્રકાશ દિવસ દૂર પહોંચ્યું:સિગ્નલ પહોંચવામાં 24 કલાક લાગે છે, માનવસર્જિત કોઈ વસ્તુ ક્યારેય આટલી દૂર ગઈ નથી

📅 Published: November 18, 2026 | 📂 Category: International

નાસાનું પ્રસિદ્ધ અવકાશયાન વોયેજર-1 પૃથ્વીથી લગભગ 26 અબજ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. તેણે એક લાઇટ-ડે એટલે કે પ્રકાશ એક દિવસમાં કાપે તેટલું અંતર પૂર્ણ કરી લીધું છે. માનવસર્જિત અન્ય કોઈ વસ્તુ અત્યાર સુધી આટલે દૂર પહોંચી નથી. એક લાઇટ-ડેનો અર્થ છે તે અંતર, જે પ્રકાશ 24 કલાકમાં કાપે છે. પ્રકાશની ઝડપ લગભગ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ હિસાબે એક લાઇટ-ડે લગભગ 16 અબજ માઇલ (25.9 અબજ કિલોમીટર) જેટલો થાય છે. હવે પૃથ્વી પરથી મોકલવામાં આવેલા રેડિયો સિગ્નલને વોયેજર-1 સુધી પહોંચવામાં લગભગ 24 કલાક લાગશે. ત્યાંથી જવાબ આવવામાં પણ એટલો જ સમય લાગશે. એટલે તેની સાથે વાતચીત કરવામાં લગભગ બે દિવસ લાગી શકે છે. વોયેજર-1એ 1998માં નાસાના જ બીજા અવકાશયાન પાયોનિયર-10ને પાછળ છોડીને સૌથી દૂર પહોંચેલી માનવસર્જિત વસ્તુનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યારથી તે સતત અવકાશમાં આગળ વધી રહ્યું છે. 4 વર્ષના મિશન માટે બનાવાયું હતું, 49 વર્ષથી કરી રહ્યું છે કામ સૌરમંડળની બહારની દુનિયાનો અભ્યાસ કરી રહ્યાં છે બંને યાન વોયજર-1 અને વોયજર-2 હવે ઇન્ટરસ્ટેલર સ્પેસ એટલે કે તારાઓની વચ્ચે આવેલા અંતરિક્ષનો અભ્યાસ કરી રહ્યાં છે. બંને યાન સૂર્યના ચુંબકીય ક્ષેત્રથી બનેલા એક વિશાળ સુરક્ષા આવરણ હેલિયોસ્ફિયરને પાર કરી ચૂક્યાં છે. વોયજર-1એ 2012માં અને વોયજર-2એ 2018માં આ સીમા પાર કરી હતી. આ યાનોને ખરેખર ગ્રહોની શોધ માટે બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમનો ઉપયોગ તારાઓ વચ્ચે આવેલા અવકાશ વિશે માહિતી એકત્રિત કરવા માટે કરવામાં આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ હવે એ સમજવું પડી રહ્યું છે કે આ જૂની મશીનો પાસેથી એવું કામ કેવી રીતે કરાવી શકાય, જેના માટે તેમને મૂળરૂપે તૈયાર જ કરવામાં આવી ન હતી. વોયજરને ચાલુ રાખવા માટે નાસાની નવી યુક્તિ 1. બિનજરૂરી ઉપકરણો બંધ કર્યા વીજળી બચાવવા માટે નાસાએ ધીમે-ધીમે વૈજ્ઞાનિક અને અન્ય ઉપકરણો બંધ કર્યા. વોયજર-1ના 10 વૈજ્ઞાનિક ઉપકરણોમાંથી હવે માત્ર 2 જ કામ કરી રહ્યાં છે. તેઓ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભારિત કણોનો અભ્યાસ કરે છે. 2. વીજળીના વિતરણમાં ફેરફાર કર્યો વધુ વીજળી વાપરતાં 3 ઉપકરણો બંધ કર્યા. તેમની જગ્યાએ 3 અન્ય ઉપકરણો ચાલુ કર્યા, જે કુલ મળીને ઓછી વીજળી વાપરે છે. તેનાથી લગભગ 10 વૉટ વીજળીની બચત થઈ. 3. બળતણની પાઇપને ગરમ રાખી અવકાશમાં તાપમાન ખૂબ ઓછું હોય છે. આવી સ્થિતિમાં યાનનું બળતણ જામી જવાનો ખતરો રહે છે. નાસાએ નવા ઉપકરણોની પસંદગી એવી રીતે કરી કે યાનના અલગ-અલગ ભાગોમાં ગરમી જળવાઈ રહે. 4. કમ્પ્યુટરને ગરમ રાખ્યું યાનના કમ્પ્યુટરોને યોગ્ય રીતે કામ કરવા માટે ચોક્કસ તાપમાનની જરૂર હોય છે. ઇજનેરોએ વીજળીના ઉપયોગમાં ફેરફાર કરતી વખતે એ વાતનું ધ્યાન રાખ્યું કે કમ્પ્યુટરો ઠંડા ન પડી જાય. 5. જૂનાં ઉપકરણો પાસેથી નવાં કામ લીધાં વોયજરને મૂળરૂપે ગુરુ અને શનિ જેવા ગ્રહોની શોધ માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ હવે તેનો ઉપયોગ તારાઓ વચ્ચેના અવકાશનો અભ્યાસ કરવા માટે થઈ રહ્યો છે. 6. રેડિયો સંપર્ક જાળવી રાખવાની વ્યવસ્થા બચાવી યાનનું એન્ટેના પૃથ્વી તરફ હોવું જરૂરી છે, જેથી તે આંકડા મોકલી શકે અને નાસા પાસેથી સૂચનાઓ મેળવી શકે. આ માટે ઇંધણ અને દિશા નિયંત્રિત કરતી વ્યવસ્થા ચાલુ રાખવી જરૂરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *