નાસીરનગર ડિમોલિશન મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે, 29 બાંધકામ કાયમી તૂટ્યા અને 35 રિપેર કરી શકાશે

📅 Published: August 18, 2026 | 📂 Category: gujarati-news

સુરત નાસીરનગર ડિમોલિશન મુદ્દે આજે(18 ઓગસ્ટ) હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં અસરગ્રસ્તોના પુનઃવસનને લઈને સર્વે કરવામાં આવ્યો હોવાની વાત રજૂ કરી હતી. આ ડિમોલિશનમાં 29 સ્ટ્રક્ચર કાયમી તૂટ્યા છે અને 35 રિપેર કરી શકાય તેમ છે. જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રિમુવલ મિશન અંતર્ગત 29 મકાનોમાં રહેતા લોકોને વસાવવા માટે મકાન આપી શકાય તેમ છે.
શું છે ભૂતિયા ડિમોલિશન વિવાદ?
સુરતમાં 29 અને 30 મે,2026ના રોજ વેડ દરવાજા પાસેના નાસીર નગરમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે 100 મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે આ ડિમોલિશન ગુજરાતના ઇતિહાસનું સૌથી રહસ્યમય ડિમોલિશન ગણાવી શકાય એવું હતું. આ ડિમોલિશનનો અસલી ‘વિલન’ કોણ છે તેનો ચહેરો સામે આવવાનો હજુ બાકી છે. ત્યાર બાદ આ મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. જ્યાં કોર્ટે મ્યુનિસિપલ કમિશનરથી લઈ પોલીસ કમિશનર તથા સરકારની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *