ઉનાવાના અગ્રણી અને ઊંઝા APMCના પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલ અને ગામના સરપંચ ચિરાગ પટેલ સહિતનો પરિવાર માઉન્ટ આબુ ફરવા ગયો હતો. હોટલમાં નાસ્તો કરતા સમયે એક વેઈટરને અચાનક હાર્ટ એટેક આવતાં જ તે ઢળી પડ્યો હતો. પટેલ પરિવારે દેવદૂત બની તાત્કાલિક CPR અને મોંઢાથી શ્વાસ આપી વેઈટરનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વેઈટરને હાટ એટેક આવતા નીચે પટકાયો હતો
વિષ્ણુ પટેલ અને ચિરાગ પટેલ બંનેનો પરિવાર સોમવારના રોજ સાંજના સમયે હોટલના સ્વિમિંગ પૂલ પાસે બેસીને નાસ્તો કરી રહ્યો હતો. હોટલના વેઈટર કિશનલાલ નાસ્તો આપીને વાતચીત કરતો હતો તે સમયે અચાનક જ તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે કિશનલાલ નીચે પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ હાલતમાં બેભાન થયા હતા. વિષ્ણુ પટેલે તાત્કાલિક વેઈટરને CPR આપ્યું
આ કટોકટીની ક્ષણે સમયસૂચકતા વાપરીને વિષ્ણુ પટેલે તાત્કાલિક કિશનલાલને CPR (છાતીના ભાગે પમ્પિંગ) આપવાનું શરૂ કર્યું હતું, જ્યારે તેમના નાના પુત્ર જય પટેલે મોં દ્વારા શ્વાસ આપીને બંધ પડેલા ધબકારા પુન:શરૂ કર્યા હતા. પટેલ પરિવારે પોતાના ઘરના સભ્યની જેમ માવજત કરીને વેઈટર કિશનલાલને નવજીવન આપ્યું હતું. વેઈટર પાલનપુરની હોસ્પિટલમાં દાખલ
ત્યારબાદ હોટલ મેનેજમેન્ટને જાણ કરીને કિશનલાલને પ્રાથમિક સારવાર અર્થે માઉન્ટ આબુની હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાંથી વધુ સીટી સ્કેન અને એમ.આર.આઇ સહિતની સારવાર માટે પાલનપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાની માહિતી મળી રહી છે. ફ્લોર પર પટકાતા વેઈટર લોહીલુહાણ થયો હતો: વિષ્ણુ પટેલ
વિષ્ણુ પટેલે ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે ટેબલ પર બેઠા હતા ત્યારે 65 વર્ષીય વેઈટરને એટેક આવતા દૂર જઇ પટકાયો હતો. જાણે શ્રીફળ ફૂટ્યું હોય તેવો અવાજ આવ્યો હતો. ફ્લોર પર પટકાવવાના કારણે વેઈટર લોહીલુહાણ થઈ ગયો હતો. અમે લોકોએ CPR આપી તેણે ભાનમાં લાવ્યા હતા. હાલમાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. માથાના ભાગે છ જેટલા ટાંકા આવ્યા છે. અમને અન્ય વેઈટર પાસેથી જાણવા મળ્યું હતું કે, આ વેઈટરને બ્લડ પ્રેસરની તકલીફ હતી અને તેઓએ બે દિવસથી તેની ટેબ્લેટ પણ નહોતી લીધી.
નાસ્તો સર્વ કરતા વેઈટરને હાર્ટ એટેક આવતા નીચે પટકાયો, CCTV:આબુની હોટલમાં ઊંઝાનો પટેલ પરિવાર દેવદૂત બન્યો, CPR અને મોંઢાથી શ્વાસ આપી હૃદયને ધબકતું કર્યું
📅 Published: August 25, 2026 |
📂 Category: gujarati-news
