નિકોલના વેપારી પાસેથી 1.57 કરોડ પડાવનાર રાજકોટના યુવક ઝડપાયો:રો મટિરિયલ આપવાના બહાને વેપારીઓને છેતરતો, દેવું થઈ જતાં કાંડ કરતો

📅 Published: September 6, 2026 | 📂 Category: gujarati-news

વેપારીઓને રો મટીરીયલ આપવાના બહાને છેતરપિંડી કરનાર રાજકોટના શખ્સની અમદાવાદની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે. નિકોલમાં રહેતા અને સોલારનો વ્યવસાય કરનાર વેપારીને રો મટીરીયલ આપવાના બહાને 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી જેના આધારે બાપુનગર પોલીસે તપાસ કરી રાજકોટથી હિતેશ ભુવા નામના આરોપીના ઝડપી પાડ્યો છે. આરોપીને દેવું થઈ ગયું હોવાથી પોતે વેપારીઓ સાથે ચીટીંગ કર્યું હોવાનું પ્રાથમિક રીતે જણાવ્યું છે. જોકે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના હિતેશ ભુવાની ધરપકડ
બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગઢવીએ જણાવ્યું હતું કે, નિકોલ નરોડા રોડ ઉપર રહેતા અને સોલારનો વેપાર કરનારા વેપારી પાર્થ રંઘોળીયા દ્વારા 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફોન ઉપર સોલાર ઇન્વર્ટર માટે રો મટીરીયલ આપવાના બહાને વાતચીત કરીને ઇન્વોસ અને ઇ બિલ બનાવી દીધા હતા. ટુકડે ટુકડે પૈસા આપ્યા હતા. ત્યારબાદ સામે વાળા વ્યક્તિએ કોઈ માલસામાન મોકલ્યો નહોતો. જેથી પોતે છેતરાયા હોવાની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રાજકોટના હિતેશ ભુવાની ધરપકડ કરી છે. રો મટિરિયલ આપવાના બહાને વેપારીઓને છેતરતો
આરોપી હિતેશ ભુવા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રહે છે. વેપારીઓને રો મટીરીયલ અને અન્ય વસ્તુઓ આપવાના નામે વેપારીઓ સાથે છેતરપીડી કરતો હોવાનું ધ્યાને આવ્યું છે. જે વેપાર કરતો હોય એવા વેપારીને સંપર્ક કરી બાદમાં તેની સાથે વાતચીત કરી પૈસા લઈ માલ નહીં મોકલી છેતરપિંડી કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી હિતેશને દેવું થઈ ગયું હોવાથી તેણે છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું છે. હાલમાં આ સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *