નિકોલમાં ગોપી હાઇટ્સ રોડ પર 1 કિ.મી સુધી દૂષિત પાણી વહેતાં રહીશો ત્રાહિમામ

📅 Published: October 1, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદ । શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલના ગોપી હાઇટ્સ સોસાયટી રોડ પર તંત્રની બેદરકારીના કારણે ગટરના દૂષિત પાણીની નદીઓ વહેવા લાગી છે. મેઇન ગટર લાઇન ઉભરાતા સોસાયટીના મુખ્ય માર્ગ પર અંદાજે 1 કિલોમીટર સુધી ગંદુ પાણી પથરાઇ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી ગટરલાઇનમાં બ્લોકેજ અથવા લીકેજની સમસ્યા છે. તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં પણ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ગટરના પાણી રોડ પર ફરી વળતા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સોસાયટીના રહીશોનું જીવવું હરામ થઈ ગયું છે. દૂષિત પાણી અને દુર્ગંધના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ડેન્ગ્યુ, મલેરિયા અને ટાઇફોઇડ જેવા રોગચાળા ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *