નિકોલમાં વ્યાજખોર મિત્રનો આતંક:વેપારી પાસેથી 25 લાખ સામે 20 ટકા વ્યાજે રૂ. 16 લાખ વસુલ્યા છતાં રૂ. 62 લાખની માંગણી કરી હેરાન કરતો

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

નિકોલમાં વ્યાજખોરીનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જેમાં નાનપણના મિત્રએ જ વેપારી મિત્રની આર્થિક મુશ્કેલીનો લાભ ઉઠાવીને રૂ. 25 લાખ 20 ટકા વ્યાજે આપીને રૂ. 16 લાખ વ્યાજ વસૂલ્યુ છતાં રૂ. 62 લાખની માંગણી કરીને ઉઘરાણી કરીને હેરાન કરતો હતો. આટલું જ નહીં વેપારીના સંબંધીઓને વાતો કરી મશ્કરી કરી હતી. કંટાળીને વેપારીએ વ્યાજખોર મિત્ર સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માનસરોવર રોહાઉસ ખાતે પી.જી.માં રહેતા ગોપાલભાઈ પટેલ ઓનલાઈન ગિફ્ટ આર્ટીકલ તેમજ કાપડનો ધંધો કરે છે. ગત 20 જૂને તેના નાનપણના મિત્ર ચિરાગ કનુભાઈ ગોટી તેમની પાસે આવ્યા હતા. ત્યારે ગોપાલભાઈએ વેપારઅર્થે રૂ. 25 લાખની જરૂર હોવાનું જણાવતા મિત્ર ચિરાગે આ રકમ માસિક 20 ટકાના ઉંચા વ્યાજથી એક વર્ષ માટે આપવાની મૌખિક સમજૂતી કરી હતી અને કલાકની અંદર જ રૂપિયા પી.જી. ખાતે પહોંચાડ્યા હતા. ત્યારે વેપારી ગોપાલભાઈએ સપ્ટેમ્બર સુધીમાં વ્યાજ પેટે કુલ રૂ. 16 લાખ ચુકવી આપ્યા હતા. તેમ છતાં, ગત 15 સપ્ટેમ્બરે ચિરાગ પી.જી. પર આવીને વેપારીને તારે મૂડી તેમજ વ્યાજ સાથે કુલ રૂ. 62 લાખ આપવાના નીકળે છે કહીને ઉઘરાણી શરૂ કરી હતી. એક વર્ષની મુદત હોવા છતાં અને નિયમિત વ્યાજ ભરવા છતાં આરોપીએ સતત દબાણ કર્યું હતું. એટલું જ નહીં, આરોપીએ આ બાબત વેપારીના સંબંધીઓમાં ફેલાવીને વેપારીની મશ્કરી કરી હતી અને સમાધાન કરવા પણ તૈયાર નહોતો થયો. કંટાળીને વેપારીએ નાનપણના મિત્ર ચિરાગ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
​


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *