નેપાળમાં પૂરે ફરી તબાહી મચાવી, 6 લોકોનાં મોત:ઘરો-પૂલ તણાયા, 1000થી વધુનું રેસ્ક્યુ કરાયું; એક મહિના પહેલાં આવેલા પૂરમાં 1453 લોકોનાં મોત

📅 Published: September 27, 2026 | 📂 Category: International

નેપાળમાં સતત વરસાદ વચ્ચે પૂર અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 6 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. બાગલુંગ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે એક ઘર કાટમાળમાં દટાઈ ગયું. આ દુર્ઘટનામાં એક મહિલા અને તેના ત્રણ પુત્રોનાં મોત થયાં છે. પાલ્પા જિલ્લામાં 2 લોકોનાં મોત થયાં છે. બીજી તરફ, પૂર અને ભૂસ્ખલનને કારણે અનેક ઘરો અને પુલો વહી ગયાં છે. અનેક સ્થળોએ હાઈવે બંધ થવાથી અવરજવર પ્રભાવિત થઈ છે. બુટવલમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1,000થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ પહેલાં 26 ઓગસ્ટે ભોટેકોશી નદીમાં આવેલા પૂરમાં 1453 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 5500થી વધુ લોકો ગુમ છે. બુટવલમાં ઘરો તણાયા, આશરે 1,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા પૂરના કારણે બુટવલમાં છ ઘરો તણાઈ ગયા. અહીં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી આશરે 1,000 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. આ ઉપરાંત પૂરના જોખમને ધ્યાનમાં રાખીને આશરે 200 પરિવારોને તેમના ઘરોમાંથી ખસેડવામાં આવ્યા. ઘણા વિસ્તારોમાં પૂરનું પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ભયજનક સપાટીથી 2 મીટર ઉપર વહી રહી છે નારાયણી નદી સતત વરસાદને કારણે નેપાળની ઘણી નદીઓનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. દેવઘાટમાં નારાયણી નદી રવિવારે સવારે 7:45 વાગ્યે 11 મીટરની સપાટીએ વહી રહી હતી. આ ભયજનક સપાટીના નિશાનથી 2 મીટર ઉપર છે. અધિકારીઓએ નદીનું જળસ્તર હજુ વધવાની આશંકા વ્યક્ત કરી હતી. આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *