નેપાળમાં 5ની તીવ્રતાનો ભૂકંપ:13 દિવસ પહેલા આવેલા પૂર પછી 7 સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધખોળ ચાલુ

📅 Published: September 9, 2026 | 📂 Category: International

નેપાળમાં મંગળવારે રાત્રે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. હાલ કોઈ નુકસાનની જાણકારી નથી. જ્યારે પૂરના 13 દિવસ પછી પણ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. રેસ્ક્યુ ટીમ અલગ-અલગ 7 હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સની સુરંગોમાં ફસાયેલા કર્મચારીઓની શોધ કરી રહી છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 4894 લોકો હજુ પણ ગુમ છે. જેમાં 587 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. પહાડી વિસ્તારો, તૂટેલા રસ્તાઓ અને ભારે કાટમાળને કારણે બચાવ અભિયાનમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 1,356 લોકોના મોત થયા છે. જ્યારે તિબેટમાં 43 લોકોના મોત થયા છે અને 519 ગુમ છે. નેપાળ રેસ્ક્યુ ઓપરેશન સંબંધિત તસવીર 5 હજાર ગુમ થયેલા લોકોના બચાવની આશાઓ ઓછી નેપાળ દુર્ઘટનાને 14 દિવસ થઈ ગયા છે. હજુ પણ લગભગ 5 હજાર લોકો ગુમ છે. જેમ જેમ દિવસો વીતી રહ્યા છે, તેમ તેમ તેમના બચાવની આશાઓ પણ સમાપ્ત થઈ રહી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *