નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરથી લગભગ 400 અબજ નેપાળી રૂપિયાના નુકસાનનો પ્રારંભિક અંદાજ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 1,344 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે લગભગ 5 હજાર લોકો હજુ પણ ગુમ છે. પૂરની અસર હવે નેપાળના પર્યટન વ્યવસાય પર પણ દેખાઈ રહી છે. સપ્ટેમ્બરથી નવેમ્બરની પીક ટુરિસ્ટ સીઝનમાં હોટલ અને ટ્રાવેલ કંપનીઓની બુકિંગ રદ થવા લાગી છે. કાઠમંડુની એક હોટલની લગભગ 20% બુકિંગ રદ થઈ ગઈ છે. હોટલના મેનેજિંગ ડિરેક્ટરના મતે, પૂર પછી એક અઠવાડિયામાં, ખાસ કરીને ઓનલાઈન બુકિંગ ઝડપથી રદ્દ થયું. નેપાળ પૂર સંબંધિત તસવીરો… સમાચાર સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
નેપાળ પૂરથી 400 અબજ રૂપિયાનું નુકસાન:5 હજાર લોકો ગુમ, 1,344 મૃતદેહ મળ્યા; પીક સિઝનમાં પ્રવાસીઓનાં બુકિંગ રદ
📅 Published: September 6, 2026 |
📂 Category: International
