સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને નેશનલ હાઈવે પર સર્જાતા જીવલેણ (ફેટલ) અકસ્માતોની વધતી સંખ્યાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા વહીવટીતંત્રે આકરું વલણ અપનાવ્યું છે. કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા માર્ગ સલામતી સમિતિની 48મી બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિશ્લેષણ કરવામાં આવ્યું હતું કે પલસાણા, કામરેજ અને પાલોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક શ્રમિકો-વાહનચાલકો અને હેવી વાહનો વચ્ચે ગંભીર અકસ્માતો સર્જાય છે. સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી (SCCORS)ની ભલામણોને આધારે સુરત જિલ્લામાં ફેટલ અકસ્માતો રોકવા આગામી 2 વર્ષ માટે તમામ સંબંધિત વિભાગોને સંયુક્ત રીતે ઇન્ટિગ્રેટેડ એક્શન પ્લાનની કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશ કરાયો છે. નેશનલ એક્સપ્રેસ હાઇવે 4 પર સ્પીડ કેપ્ચર કેમેરા લગાવાશે સૌથી વધુ પલસાણામાં 14, કામરેજમાં 6 લોકોનાં મોત થયા હતા બેફામ સ્પીડથી અકસ્માતો વધી ગયા
નવા નિર્માણ પામેલા એક્સપ્રેસવે પર વાહનોની બેફામ ગતિ અને રસ્તાની સાઈડ પર ગેરકાયદે પાર્કિંગના કારણે સર્જાતા અકસ્માતો રોકવા માટે NHAI ને વધુ સંખ્યામાં અત્યાધુનિક સ્પીડ કેપ્ચરિંગ કેમેરા લગાવશે.
નેશનલ એક્સપ્રેસ હાઇવે 4 પર સ્પીડ કેપ્ચર કેમેરા લગાવાશે:સુરત જિલ્લામાં રોડ અકસ્માતથી બે માસમાં 81નાં મોત, હવે હાઇ-વે પર અકસ્માતો ટાળવા પેટર્ન શોધાશે
📅 Published: September 2, 2026 |
📂 Category: gujarati-news
