ન્યૂ રાણીપ અને પાલડીમાં સ્નેચિંગનો બનાવ:પક્ષીઓને ચણ નાખીને પરત ફરતી વૃદ્ધાની દોઢ તોલાની ચેઈન તોડી, પાલડીમાં સરનામું પૂછવાના બહાને વૃદ્ધને લૂંટ્યા

📅 Published: November 2, 2026 | 📂 Category: gujarati-news

ન્યુ રાણીપ અને પાલડીમાં બનેલા બે બનાવોમાં વૃદ્ધ મહિલા અને 76 વર્ષના વૃદ્ધને નિશાન બનાવવામાં આવ્યા છે.એક બનાવમાં બાઈક પર આવેલા બે શખસોએ ચેઈન ખેંચી હતી, જ્યારે બીજા બનાવમાં સરનામું પૂછવાના બહાને એક્ટિવા ચાલકે વૃદ્ધને લૂંટી લીધા હતા. ગઠિયા આંખના પલકારામાં ફરાર થઈ ગયા
ન્યુ રાણીપની સહજ સેન્ચુરીમાં રહેતા રોનક ભાવસારનાં માતા કોકિલાબેનની રોજની દિનચર્યામાં ન્યુ રાણીપના ખુલ્લા મેદાનમાં પક્ષીઓને ચણ નાખવા જાય છે. જોકે, ગઈકાલે ચણ નાખીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ તેમના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેઈન ખેંચી લીધી હતી. કોકિલાબેન કંઈ સમજે તે પહેલાં જ બંને ગઠિયા આંખના પલકારામાં ફરાર થઈ ગયા હતા. આ મામલે રોનકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સરનામું સમજાવે તે પહેલાં જ ગઠિયાએ ચેઈન ખેંચી લીધી
અન્ય બનાવમાં પાલડીની પ્રભાકુંજ સોસાયટીમાં રહેતા 76 વર્ષીય પ્રવિણ સંઘવી પણ સ્નેચરોનો ભોગ બન્યા હતા.તેઓ ઘરમાંથી કચરો નાખવા માટે બહાર નીકળ્યા હતા, ત્યારે એક્ટિવા પર આવેલા શખસે સરનામું પૂછવાના બહાને તેમને રોક્યા હતા. પ્રવિણભાઈ સરનામું સમજાવે તે પહેલાં જ ગઠિયાએ તેમના ગળામાંથી સોનાની ચેઈન ખેંચી લીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આ અંગે તેમણે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.બંને બનાવોમાં ગઠિયાઓએ વૃદ્ધોની રોજિંદી પ્રવૃત્તિ દરમિયાન તકનો લાભ લઈને ચેઈન સ્નેચિંગ કર્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *