પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન:આજે જિલ્લા મથકો પર યોજાનારા ધરણા પ્રદર્શનમાં 161 યુનિયન જોડાશે

📅 Published: August 17, 2026 | 📂 Category: gujarati-news

ભારતીય મજદૂર સંઘે (BMS) આજે વધુ એકવાર શ્રમિકોના પડતર પ્રશ્ને રાજ્ય વ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. 34 જિલ્લા મથકો પર કલેક્ટર કચેરી સામે ધરણાં, રેલી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે. ભારતીય મજદૂર સંગઠન સાથે જોડાયેલા 161 જેટલા સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના યુનિયનો તથા આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના, આશા વર્કર, એસટી પરિવહન, સિમેન્ટ, નગરપાલિકા, રેલવે, પોસ્ટલ અને પોર્ટ સહિતના સંગઠનોના શ્રમિકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાશે. સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ધરણા પ્રદર્શન
અગાઉ પણ અનેક વખત રાજ્યવ્યાપી આંદોલન કરવા છતાં માંગણીઓ સ્વીકારવામાં આવી નથી. જેથી ફરી એક વખત રાજ્યભરમાં આંદોલન કરીને અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયાસ કરશે. સાંજે ચાર વાગ્યાથી 6:00 વાગ્યા સુધી કલેક્ટર કચેરી બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્રીય શ્રમમંત્રી મનસુખ માંડવિયાને કેન્દ્ર સરકારને લગતી માંગણીઓનું આવેદનપત્ર આપવામાં આવશે, જ્યારે રાજ્યના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રજૂઆત કરવામાં આવશે. પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને લડત
વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ વચ્ચે શ્રમિકોને પૂરતું વેતન અને સામાજિક સુરક્ષા ન મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંગઠને EPS-95 હેઠળ લઘુત્તમ પેન્શન 7,500 કરવાની, લઘુત્તમ વેતન 30,000 નક્કી કરવાની, ESIની મર્યાદા 21,000થી વધારી 42,000 અને EPFની મર્યાદા 15,000થી વધારી 30,000 કરવાની માંગ કરી છે. તેમજ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે સમાન કામ માટે સમાન વેતન, સરકારી વિભાગોની ખાલી જગ્યાઓ ભરવા, બેન્કિંગ ક્ષેત્રમાં પાંચ દિવસનું કાર્ય સપ્તાહ લાગુ કરવા, બોનસ અને ગ્રેચ્યુઇટીમાં સુધારા તથા સ્કીમ વર્કર્સને કામદારનો દરજ્જો આપી તેમના માનદ વેતનમાં વધારો કરવાની આંદોલનમાં કરવામાં આવશે. BMSએ ઔદ્યોગિક સંબંધો કોડ અને OSHWC કોડની કેટલીક જોગવાઈઓનો વિરોધ કરીને ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કરવા અને ભારતીય શ્રમ પરિષદ બોલાવવાની પણ માંગ કરી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *