ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 12એ પહોંચ્યો છે. નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ ભાવનગરથી સુરત આવેલા સંજયસિંહ ડોડિયાને 21 ઓગસ્ટે સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ 22 ઓગસ્ટ અચાનક જ હૃદય બંધ થતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત ઘોઘા રોડ પર રહેતા અવિનાશ પરમાર અને ભરતનગર વિસ્તારના વર્ધમાનનગરમાં રહેતા 35 વર્ષીય હાર્દિક હરેશભાઈ કિલજીનું પણ મોત નિપજ્યું હતું. આમ 22 ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ત્રણના મોત થયા હતા. નારી ચોકડીથી સંજયસિંહ ડોડિયાએ દારૂની બોટલ લીધી
ભાવનગરથી સુરત આવતા સંયજસિંહ ડોડિયાએ નારી ચોકડી નજીક બુટલેગર પાસેથી દારૂની બોટલ મંગાવી હતી. તેને પ્લાસ્ટિકની બોટલમાં ભરી બસમાં મુસાફરી શરૂ કરી હતી. પ્રથમ પેગ પીતા જ અજુગતું લાગ્યું અને તેણે બુટલેગરને દારૂ ખરાબ હોવાની ફરિયાદ કરી હતી છતાં રસ્તામાં પોણી બોટલ દારૂ પી ગયો હતો. સુરતના સરથાણા પહોંચ્યા બાદ અસ્વસ્થતા જણાતાં તેના સાળાએ તેને મજુરાગેટ રૂમે પહોંચાડ્યો હતો. બીજા દિવસે માથામાં દુખાવો થતાં ફરી દારૂ પીધો
રાત્રિના 8 વાગ્યે તેણે સાળાને ઓછું દેખાતું હોવાની વાત કરી હતી, પરંતુ પરિવારે તેને ગંભીરતાથી લીધી નહોતી. બીજા દિવસે સવારે 10 વાગ્યે તીવ્ર માથામાં દુખાવો થતાં હેંગઓવર સમજી સંજયસિંહે ફરી દારૂ પીધો હતો. જેના કારણે આંખે સંપૂર્ણ અંધાપો આવી ગયો હતો. ગભરાઈને તેણે મિત્રને જાણ કરતાં મિત્ર અને સાળાએ તાત્કાલિક હીરાબાગ સ્થિત મંગલદીપ હોસ્પિટલ ખસેડ્યો હતો. 22 ઓગસ્ટે હૃદય બંધ થતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો
ડૉક્ટરે સંજયસિંહનું બીપી 250 સુધી વધી જતાં પ્રાથમિક દવા આપી અન્ય હોસ્પિટલ જવા જણાવ્યું હતું. ત્યારબાદ પર્વત પાટિયાની યુનિટી હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સ્થિતિ વધુ બગડતાં અને તે બેભાન થઈ જતાં આખરે વધુ સારવાર માટે INS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતો અને 21 ઓગસ્ટે તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ 22 ઓગસ્ટે અચાનક હૃદય બંધ થતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ પણ વાંચો: દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસે કહ્યું- બારકોડ’8901522000665′ નંબરની બોટલનો દારુ પીશો નહીં લઠ્ઠાકાંડ બાદની કાર્યવાહી, 3 તસવીરમાં જુઓ આરોપી જતીને ભાલના પાળીયાદની અવાવરુ જગ્યાએ ખરાબ દારૂનો નાશ કર્યો હતો
ભાવનગરના બુટલેગર ગૌતમ સોલંકી અને મધ્ય પ્રદેશના રઇશે ભેગા મળીને નકલી દારૂ બનાવ્યો હતો જેમાં 51 પેટી તૈયાર કરી હતી. જે ગૌતમ અને તેના સાળાએ વેચી દીધી હતી. બીજી વખત દારૂ બનાવ્યો ત્યારે ખૂબ જ ખરાબ દારૂ બન્યો હતો. જેથી આરોપી જતીને ઇથેનોલ અને મિથેનોલના મિશ્રણવાળો દારૂ ભાલના પાળીયાદ ગામે નાશ કર્યો હતો. વાંચો લઠ્ઠાકાંડ પીડિત પરિવારની આપવીતી: દીકરો પિતાની લાશ સામે એક ધારું જોતો રહ્યો લઠ્ઠાકાંડના આ સમાચાર પણ વાંચોઃ 16મીની રાત્રે અહીં થઈ હતી દારુ પાર્ટી, લઠ્ઠાકાંડથી ખરકડીમાં સન્નાટો
ભાવનગર લઠ્ઠાકાંડમાં ગાંધીનગરના FSLના રિપોર્ટમાં પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે મૃતકોએ દારૂના નામે જે પીધું હતું એમાં શુદ્ધ દારૂ એટલે કે ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ ભરેલું હતું. FSLએ મૃતક અને સારવાર લઇ રહેલા 10 લોકોના સેમ્પલ તપાસ્યા હતા. FSLએ પોલીસે જપ્ત કરેલી દારૂની બોટલ પણ તપાસી હતી. જેમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું ખૂલ્યું છે. જેનો અર્થ થાય છે કે એ બોટલમાં દારૂના બદલે 38%થી વધુ ઝેરી મિથેનોલ ભરીને વેચવામાં આવી રહ્યું હતું. ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો
બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી ત્રણ તબક્કામાં દારૂ બનાવ્યો હતો. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઇશ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઈટ લિક્વિડ મટિરિયલ, ખાલી બોટલો, ઢાંકણાં અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો. જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલયુક્ત દારૂ તૈયાર કર્યો હતો. મિથેનોલનું કેટલું પ્રમાણ જોખમી હોય છે?
મિથેનોલનાં વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફાર્મેલ્ડિહાઇડ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલાં અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજો અંગો કામ કરવાનું બંધ થઈ જાય છે અને વ્યક્તિ મરી જાય છે. 15થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. લઠ્ઠાકાંડમાં ભાવનગરના મુખ્ય બુટલેગર ગૌતમ સહિત 21 સામે FIR
ભાવનગરના ઘોઘાના ખરકડી ગામમાં 7 મિત્રોએ 16 ઓગસ્ટે રાત્રે દારૂ પાર્ટી કરી હતી, જેમાં નકલી દારૂ પીવાથી ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રાતે લઠ્ઠાકાંડ થયો હોવાનું સામે આવ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 4 વર્ષ પહેલાં થયો હતો બરવાળા લઠ્ઠાકાંડ
4 વર્ષ પહેલાં ઝેરી કેમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલા પણ હતી. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
પહેલાં પેગમાં જ સંજયને અજુગતુ લાગતા બુટલેગરને ફોન કર્યો હતો:સુરતનો મૃતક ન્યારી ચોકડીથી ડિલિવરી લઈ બસમાં બેઠો, રસ્તામાં પોણી બોટલ પીધીને ઘરે પહોંચતા અંધાપો આવ્યો
📅 Published: August 23, 2026 |
📂 Category: gujarati-news
