સમગ્ર ગુજરાત સાથે કડી શહેર અને તાલુકામાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત કડી તાલુકાના નાની કડી સ્થિત પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળના કેમ્પસમાં પાંચમા નોરતે 1008 દીવડાની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. સંસ્થાના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો અને હોસ્ટેલની 1500 દીકરીઓએ સાથે મળી આરતી ઉતારતાં સમગ્ર કેમ્પસ ભક્તિમય માહોલમાં ફેરવાઈ ગયું હતું. 35 વર્ષથી શિક્ષણ અને રહેઠાણની સુવિધા
છેલ્લા 35 વર્ષથી કાર્યરત આ સંસ્થામાં વિવિધ સમાજની દીકરીઓ અભ્યાસ કરે છે. સંસ્થા શ્રેષ્ઠ શિક્ષણની સાથે હોસ્ટેલ સુવિધા પણ પૂરી પાડે છે, જ્યાં હાલ આશરે 1500 દીકરીઓ રહીને અભ્યાસ કરી રહી છે. આ તમામ વિદ્યાથીનીઓ નવરાત્રિ દરમિયાન દરરોજ ઉત્સાહપૂર્વક ગરબા રમી માતાજીની આરાધના કરે છે. રંગબેરંગી રોશની અને ભવ્ય મહાઆરતી
પંચમ નોરતા નિમિત્તે સમગ્ર કેમ્પસને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલી 1008 દીવડાની મહાઆરતી આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં ટ્રસ્ટીઓ, મંત્રીઓ અને ગરબા રમતી 1500 દીકરીએ એકસાથે દીવડા પ્રજ્વલિત કરી આરતી ઉતારી હતી. આ કાર્યક્રમે નવરાત્રિની ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી.
પાંચમા નોરતે 1008 દીવડાની ભવ્ય મહાઆરતી:કડીની સરસ્વતી કન્યા કેળવણી મંડળમાં 1500 દીકરીએ માતાજીની આરાધના કરી
📅 Published: October 16, 2026 |
📂 Category: gujarati-news
