પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં એર સ્ટ્રાઇક. પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો કે હુમલામાં 28 આતંકવાદીઓ માર્યા ગયા. બીજી તરફ, તાલિબાન સરકારે જણાવ્યું કે કુનારમાં 3 નાગરિકોના મોત થયા અને 4 લોકો ઘાયલ થયા. તાલિબાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું કે કુનારમાં એક ઘર પર થયેલા હુમલામાં એક મહિલા અને બે પુરુષો માર્યા ગયા. પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લામાં પણ બે સ્થળોએ બોમ્બમારો થયો. અહીં એક ઘર અને દુકાનને નુકસાન થયું, પરંતુ કોઈના મૃત્યુની માહિતી નથી. મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી આતંકવાદીઓ તેની વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. જોકે તાલિબાન સરકાર આ આરોપોને નકારે છે. તાલિબાને કહ્યું- પાકિસ્તાને અમેરિકન બોમ્બથી હુમલો કર્યો તાલિબાન સરકારે દાવો કર્યો છે કે પાકિસ્તાને સોમવારે અફઘાનિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઈકમાં અમેરિકામાં બનેલો Mk82 બોમ્બ વાપર્યો હતો. અફઘાન સરકારે બોમ્બની ગાઇડન્સ સિસ્ટમનો એક ટુકડો પણ જાહેર કર્યો છે. અફઘાન સરકારના જણાવ્યા મુજબ, આ ટુકડો Mk82 જનરલ-પર્પઝ બોમ્બનો છે અને સોમવારે સવારે થયેલા પાકિસ્તાની હુમલામાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. Mk82 અમેરિકામાં બનેલો સામાન્ય ઉપયોગનો બોમ્બ છે. પાકિસ્તાન અને TTP વચ્ચે લડાઈ શા માટે? 2001માં અમેરિકાના અફઘાનિસ્તાન પરના હુમલા બાદ પાકિસ્તાને અમેરિકાનો સાથ આપ્યો. આથી TTP નારાજ થઈ ગયું, કારણ કે તે આને ઇસ્લામ વિરુદ્ધ માનતું હતું. TTPનું માનવું છે કે પાકિસ્તાન સરકાર સાચા ઇસ્લામને માનતી નથી, તેથી તે તેની વિરુદ્ધ હુમલા કરે છે. TTPના અફઘાન તાલિબાન સાથે ગાઢ સંબંધો છે. બંને જૂથો એકબીજાને સમર્થન આપે છે. 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાને TTPને નિશાન બનાવીને અફઘાનિસ્તાનમાં હુમલા કર્યા. ——————————– પાકિસ્તાન સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… પાકિસ્તાની મંત્રીએ કહ્યું- પેટ્રોલ 1000 રૂપિયા સુધી પહોંચી શકે છે: અત્યાર સુધી 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 1000 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘો થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે રવિવારે કહ્યું કે જો દેશમાં પેટ્રોલની અછત ઊભી થશે તો કિંમત વધુ વધી શકે છે. મંત્રીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં પેટ્રોલ અત્યાર સુધીમાં લગભગ 50% મોંઘું થઈ ચૂક્યું છે. હાલમાં પેટ્રોલ 389.14 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 424.04 રૂપિયા પ્રતિ લીટર છે. મિડલ ઈસ્ટમાં લડાઈ વધવાથી દુનિયામાં ક્રૂડ ઓઇલનો ભાવ વધી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલની સપ્લાયને લઈને પણ ચિંતા વધી છે. તેની અસર પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત પર પડી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઈક:28 આતંકીઓ માર્યા ગયાનો દાવો; તાલિબાને કહ્યું- એક જ પરિવારના 3 લોકોનાં મોત, હુમલાનો જવાબ આપીશું
📅 Published: September 21, 2026 |
📂 Category: International
