પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 31નાં મોત:100થી વધુ લોકો ઘાયલ; વિસ્ફોટકોથી ભરેલી ગાડી મસ્જિદ સાથે અથડાઈ હતી

📅 Published: September 19, 2026 | 📂 Category: International

ખૈબર પખ્તૂનખ્વાના કોહાટમાં મસ્જિદ પાસે પોલીસ પરિસર પર થયેલા આત્મઘાતી હુમલામાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 31 થઈ ગઈ છે. મૃતકોમાં 16 પોલીસકર્મીઓ સામેલ છે. હુમલામાં 100થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હુમલો શુક્રવારે બપોરે થયો હતો. તે સમયે પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો મસ્જિદમાં નમાજ પઢી રહ્યા હતા. આત્મઘાતી હુમલાખોર વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને આવ્યો હતો અને તેણે કાર મસ્જિદની દીવાલ સાથે અથડાવીને વિસ્ફોટ કર્યો હતો. કેટલાક હુમલાખોરો હજુ પણ છુપાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કેટલાક હુમલાખોરો હજુ પણ સ્પેશિયલ બ્રાન્ચના વિસ્તારમાં છુપાયેલા છે. પોલીસ અને તેમની વચ્ચે રાત્રે ગોળીબાર પણ થયો હતો. હાલમાં કેટલા હુમલાખોરોએ હુમલો કર્યો હતો તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. શુક્રવારે 6 આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી સામે આવી હતી. વિસ્ફોટથી મસ્જિદ અને અન્ય ઇમારતોને નુકસાન થયું તેજ વિસ્ફોટથી મસ્જિદ અને પરિસરની અન્ય ઇમારતોને ભારે નુકસાન થયું. દીવાલો ધરાશાયી થઈ ગઈ અને કાટમાળ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો. ઘટનાસ્થળેથી સામે આવેલી તસવીરોમાં મોટી સંખ્યામાં ઈંટો-પથ્થરો અને તૂટેલી દીવાલો દેખાઈ આવી. પોલીસ મુખ્યાલયમાં અનેક મહત્વપૂર્ણ વિભાગોની કચેરીઓ જ્યાં હુમલો થયો તે કોઈ સામાન્ય પોલીસ ચોકી નહોતી. કોહાટનું ઓલ્ડ પોલીસ લાઇન્સ પરિસર જિલ્લા સ્તરનું મોટું પોલીસ મુખ્યાલય છે. અહીં આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરતું કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD), સ્પેશલ બ્રાન્ચ અને પોલીસના અન્ય એકમોની કચેરીઓ આવેલી છે. આ જ કારણસર હુમલાખોરોએ પોલીસ પરિસરને નિશાન બનાવ્યું. વિસ્ફોટ બાદ તેમણે પરિસરની અંદર આવેલા પોલીસ ઠેકાણાઓ સુધી પહોંચવાનો પ્રયાસ પણ કર્યો. હુમલાની જવાબદારીને લઈને અલગ-અલગ દાવા હુમલા બાદ ઇત્તેહાદ-ઉલ-મુજાહિદીન પાકિસ્તાન નામના સંગઠને તેની જવાબદારી સ્વીકારવાનો દાવો કર્યો છે. આ સંગઠનનું નેતૃત્વ હાફિઝ ગુલ બહાદુર સાથે જોડાયેલા જૂથ દ્વારા કરવામાં આવતું હોવાનું જણાવાય છે. પ્રારંભિક અહેવાલોમાં એક અન્ય સંગઠન તરફથી પણ જવાબદારી સ્વીકારવાનો દાવો સામે આવ્યો હતો. તેથી હુમલા પાછળ કયા જૂથની ભૂમિકા હતી, તેને લઈને હજુ અલગ-અલગ દાવા છે. પાકિસ્તાનના અધિકારીઓએ આ વિસ્તારમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ માટે અફઘાનિસ્તાનમાંથી સક્રિય આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા છે. જોકે, અફઘાન તાલિબાન સરકાર આ આરોપોને નકારતી રહી છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે તણાવ પણ વધ્યો છે. પાકિસ્તાનમાં આ વર્ષે 990 આતંકવાદી હુમલા થયા પાકિસ્તાનમાં આ વર્ષે આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (PICSS) મુજબ, જાન્યુઆરીથી ઑગસ્ટ 2026 સુધી સમગ્ર પાકિસ્તાનમાં 990 મિલિટન્ટ હુમલા નોંધાયા હતા. તેમાં 1126 લોકોના મોત થયા હતા. ઑગસ્ટમાં સૌથી વધુ 199, જ્યારે જુલાઈમાં 144 હુમલા નોંધાયા હતા. એટલે કે એક મહિનામાં 38%નો વધારો થયો. ઑગસ્ટમાં 158 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે જુલાઈમાં હુમલાઓ સાથે સંકળાયેલાં 268 મોત નોંધાયા હતાં. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સમાં પાકિસ્તાન બીજા ક્રમે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2025 મુજબ, બુર્કિના ફાસો બાદ પાકિસ્તાન વિશ્વનો બીજો સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશ બની ગયો છે, જ્યારે 2024માં તે ચોથા ક્રમે હતો. 2025માં TTPના હુમલામાં 90% વધારો થયો, જ્યારે બલૂચ આર્મી (BLA)ના હુમલામાં 60%નો વધારો થયો. ઇસ્લામિક સ્ટેટ- ખુરાસાન (IS-K)એ હવે પાકિસ્તાની શહેરોને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાન સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત વિસ્તારો છે. દેશભરમાં બનેલી કુલ આતંકવાદી ઘટનાઓમાંથી 90% આ જ વિસ્તારોમાં બની છે. અહેવાલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને સતત બીજા વર્ષે પાકિસ્તાનનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણાવવામાં આવ્યું છે। 2024માં આ જૂથે 482 હુમલા કર્યા હતા, જેના કારણે 558 લોકોનાં મોત થયાં હતાં, જે 2023ની સરખામણીએ 91% વધારે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *