પાકિસ્તાનમાં માત્ર 1.7% હિન્દુઓ બચ્યા:બ્રિટિશ સંગઠનનો રિપોર્ટ- આઝાદી પહેલાં 14.6% હતા; હિંસા-ધર્મ પરિવર્તન કારણ

📅 Published: October 29, 2026 | 📂 Category: International

પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી હવે માત્ર 1.7% રહી ગઈ છે. બ્રિટિશ હિન્દુ સંગઠન ઇનસાઇટ યુકેના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. 1941માં આજના પાકિસ્તાનના પશ્ચિમ ભાગમાં હિન્દુઓની વસ્તી 14.6% હતી. રિપોર્ટમાં હિન્દુઓ સાથે ધાર્મિક ભેદભાવ, હિંસા અને તેમની જમીનો છીનવી લેવામાં આવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભાગલા સમયે અને ત્યારબાદ હજારો હિન્દુ પરિવારોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું. ઘણા પરિવારોની પૈતૃક જમીન અને ખેતરો પણ છીનવાઈ ગયા. રિપોર્ટમાં ધાર્મિક સ્વતંત્રતા પરના પ્રતિબંધો અને બળજબરીથી ધર્મપરિવર્તનના કિસ્સાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. સંગઠને બ્રિટિશ સરકારને પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા માટે પગલાં લેવાની માંગ કરી છે. ભાગલા બાદ હિન્દુ પરિવારોની જમીનો છીનવાઈ અહેવાલ મુજબ, 1947ના ભાગલા દરમિયાન અને ત્યારબાદ થયેલી હિંસાને કારણે હજારો હિન્દુ પરિવારો વિસ્થાપિત થયા. ઘણા પરિવારો પોતાની પૈતૃક જમીન અને ખેતરો ગુમાવી બેઠા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનના એનિમી પ્રોપર્ટી કાયદા હેઠળ આ સંપત્તિઓ પર કબજો થવાથી હિન્દુ સમુદાયની આર્થિક સ્થિતિ નબળી પડી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બનવા પર પણ પ્રતિબંધ અહેવાલમાં પાકિસ્તાનના બંધારણની કલમ 41 અને 91નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કલમો હેઠળ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનનું પદ માત્ર મુસ્લિમ નાગરિકો માટે જ છે. આ નિયમોમાં ફેરફાર કરવા માટે 2019માં લાવવામાં આવેલું સુધારા વિધેયક આગળ વધી શક્યું નહોતું. સંસ્થાએ એમ પણ જણાવ્યું કે પાકિસ્તાનમાં પાસપોર્ટ બનાવડાવતી વખતે નાગરિકોએ પોતાનો ધર્મ જણાવવો પડે છે. ઇસ્લામાબાદમાં હિન્દુ મંદિર બનાવવાની યોજના પણ હજુ સુધી પૂર્ણ થઈ નથી. અહેવાલ મુજબ, 2020માં મંદિરના નિર્માણને મંજૂરી મળ્યા બાદ ઇસ્લામિક સંગઠનોના વિરોધને કારણે કામ અટકાવી દેવામાં આવ્યું હતું. દર વર્ષે 1,000થી વધુ હિન્દુ-ખ્રિસ્તી મહિલાઓનું અપહરણ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં દર વર્ષે આશરે 1,000 અથવા તેનાથી વધુ હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓ તથા યુવતીઓનું અપહરણ થાય છે. આરોપ છે કે બાદમાં તેમનું બળજબરીથી ધર્મપરિવર્તન કરાવી અપહરણકર્તાઓ સાથે લગ્ન કરાવી દેવામાં આવે છે. તેમાંની ઘણી સગીર અને ગરીબ પરિવારોમાંથી હોય છે. તેમને ન્યાય મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હિન્દુ સંગઠનની બ્રિટિશ સરકાર સમક્ષ 5 માંગણીઓ ——————————-


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *